સદી બાદ 'ફ્લિપ' મારનાર રિષભ પંતને BCCIએ ફટકાર્યો 30 લાખનો દંડ, જાણો કેપ્ટનનો શું હતો ગુનો ?

Rishabh Pant Fined : IPL 2025ના છેલ્લી લીગ સ્ટેજ મેચમાં ઋષભ પંતે સદી ફટકાર્યા બાદ 'ફ્લિપ' મારીને ઉજવણી કરી હતી. મેચ બાદ BCCIએ LSGના કેપ્ટનને 30 લાખનો દંડ ફટકાર્યો હતો. 
 

1/6
image

Rishabh Pant Fined : મંગળવારે સીઝનની છેલ્લી લીગ સ્ટેજ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે RCB સામે 118 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચમાં તેણે 'ફ્લિપ' મારીને પોતાની સદીની ઉજવણી કરી હતી. 

2/6
image

પંત માટે આ સંતોષકારક ઇનિંગ હતી કારણ કે આ પહેલા આખી સીઝનમાં તેના બેટથી ફક્ત 151 રન જ આવ્યા હતા. મેચ પછી BCCIએ કેપ્ટન પંત પર 30 લાખ રૂપિયાનો મોટો દંડ ફટકાર્યો હતો. જ્યારે દિગ્વેશ રાઠી સહિત તમામ ખેલાડીઓની મેચ ફી પણ કાપવામાં આવી હતી.

3/6
image

લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંત અને તેની ટીમને RCB સામેની મેચ દરમિયાન સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. 

4/6
image

IPLની આચારસંહિતા હેઠળ સ્લો ઓવર-રેટના ગુનાઓ સંબંધિત સિઝનમાં LSGનો આ ત્રીજો ગુનો હોવાથી, ટીમના કેપ્ટન ઋષભ પંત પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

5/6
image

જ્યારે આ મેચમાં બાકીની પ્લેઇંગ ઇલેવન અને ઇમ્પેક્ટ પ્લેયરને વ્યક્તિગત રીતે 12 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 50 ટકા (જે ઓછું હોય તે) દંડ ફટકારવામાં આવ્યો છે.

6/6
image

આ મેચમાં લખનૌ અને આરસીબી વચ્ચે કટ્ટર સ્પર્ધા જોવા મળી હતી. ઋષભ પંતના અણનમ 118 અને મિશેલ માર્શના 67 રનના કારણે લખનૌએ સ્કોરબોર્ડ પર 227 રન બનાવ્યા હતા. જવાબમાં કોહલી અને જીતેશ શર્માની શાનદાર બેટિંગના કારણે RCBએ 18.4 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરીને મેચ જીતી લીધી હતી.