બરબાદીના આરે હતો કુલદીપ યાદવ, બધાએ છોડ્યો સાથ...પછી NCAમાં રોહિતની એક વાતે બદલ્યું કિસ્મત
Kuldeep Yadav : ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાની સફળતામાં સ્પિન બોલર કુલદીપ યાદવે મોટી ભૂમિકા ભજવી છે. આ દરમિયાન કુલદીપે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના વખાણ કર્યા હતા.
કુલદીપ યાદવ ભારતીય ક્રિકેટ ટીમનો શ્રેષ્ઠ બોલર છે. તે લાંબા સમયથી ODI અને T20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો સૌથી ભરોસાપાત્ર સ્પિન બોલર રહ્યો છે. પરંતુ તાજેતરમાં એક ઈજાએ કુલદીપ યાદવની કારકિર્દીમાં મુશ્કેલી ઉભી કરી હતી.
બીજી તરફ, વરુણ ચક્રવર્તીએ ધીમે-ધીમે શાનદાર પ્રદર્શન કરીને ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. પરંતુ કેપ્ટન રોહિત શર્માના સપોર્ટથી કુલદીપ યાદવ વાપસી કરવામાં સફળ રહ્યો હતો. હવે કુલદીપે રોહિતને લઈને મોટું નિવેદન આપ્યું છે. કુલદીપે કહ્યું કે, મુશ્કેલ સમયમાં તેમણે મારો ઘણો સાથ આપ્યો છે.
કુલદીપ યાદવે મોટો ખુલાસો કરતા કહ્યું કે જ્યારે તે ઈજાગ્રસ્ત હતો ત્યારે કેપ્ટન રોહિત શર્માએ NCA આવીને મને સપોર્ટ કર્યો હતો અને કહ્યું હતું કે, હું નથી જાણતો કે તું કેવી રીતે કરીશ, પરંતુ જ્યારે તું પરત ફરીશ ત્યારે બોલિંગમાં જે ફેરફારો કરવા માટે કહ્યું છે તે જોવા માંગીશ.
કુલદીપે વધુમાં કહ્યું કે રોહિત ભાઈએ મને મારી બોલિંગ વિશે જે પણ કહ્યું હતું, તેમાં મેં ફેરફાર કર્યો છે. હવે રોહિત ભાઈ મારી સાથે બેટિંગ વિશે પણ વાત કરે છે. હવે હું બેટિંગની પ્રેક્ટિસ પણ કરી રહ્યો છું. રોહિત કુલદીપ પર ઘણો ભરોસો કરે છે.
રોહિત ODIમાં કુલદીપ યાદવને ડેથમાં પણ બોલિંગ કરાવે છે. કુલદીપે 2015થી અત્યાર સુધી 40 થી 45 ઓવરની વચ્ચે 43 ઇનિંગ્સમાં 25 વિકેટ લીધી છે. કુલદીપે કહ્યું કે તેને ડેથ ઓવરોમાં બોલિંગ કરવાનો પડકાર પસંદ છે.
Trending Photos