રક્ષાબંધનથી આ રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, શનિ-મંગળનો પાવરફૂલ રાજયોગ અપાર ધન-સંપત્તિ આપે તેવા પ્રબળ યોગ!
જ્યોતિષ શાસ્ત્ર મુજબ 9 ઓગસ્ટના રોજ સવારે 12.10 કલાકે મંગળ અને અરુણ એકબીજાથી 120 ડિગ્રી પર હશે જેનાથી નવપંચમ રાજયોગ બનશે. આ સાથે સવારે 8.18 કલાકે શનિ અને મંગળ એકબીજાથી 180 ડિગ્રી પર હશે જેનાથી પ્રતિયુતિ થઈ રહી છે. આવામાં કેટલાક લોકોને ફાયદો થઈ શકે છે.
આ વખતે રક્ષાબંધન 9 ઓગસ્ટે ઉજવાશે. આ દિવસે અનેક શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગોમાંથી એક યોગ નવપંચમ રાજયોગ પણ છે. જે શનિ અને મંગળના સંયોગથી બનશે. જ્યોતિષશાસ્ત્રમાં શનિની સ્થિતિ અને તેની દ્રષ્ટિઓ ખુબ મહત્વની છે કારણ કે શનિ ખુબ જ ધીમી ગતિથી ગોચર કરે છે. આવામાં એક રાશિમાં અઢી વર્ષ રહે છે. શનિની મહાદશા, અંતર્દશા, કે સાડાસાતી કે ઢૈયાની સ્થિતિ આવે ત્યારે અનેક પ્રકારના દુખ અને કષ્ટ સહન કરવા પડે છે. જો કુંડળીમાં શનિ સારો હોય તો શુભ પ્રભાવથી વ્યક્તિના દુખ દુર પણ થાય છે તથા ખુબ ધનસંપત્તિની પ્રાપ્તિ થાય છે. શનિ રંકને રાજા બનાવે છે. હાલ શનિ મીન રાશિમાં વક્રી અવસ્થામાં બિરાજમાન છે. આવામાં કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કરશે. જેનાથી શુભ અશુભ યોગ બનતા રહેશે. આવામાં 9 ઓગસ્ટના રોજ શનિ મંગળ સાથે સંયોગ કરીને નવપંચમ રાજયોગ બનાવશે. જેનાથી ત્રણ રાશિના જાતકોને બંપર લાભ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે શનિ, મંગળ અને અરુણનો નવપંચમ તથા પ્રતિયુતિ રાજયોગ બનવો અત્યંત અનુકૂળ સાબિત થઈ શકે છે. હાલ આ રાશિમાં શનિનો સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલે છે. શનિ વક્રી હોવાથી આ રાશિ પર થોડા દુષ્પ્રભાવ ઘટી પણ શકે છે. આવામાં આ રાશિવાળાને અનેક ક્ષેત્રોમાં અપાર સફળતા મળી શકે છે. જીવનમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ દૂર થઈ શકે છે. બિનજરૂરી ખર્ચા પણ ઘટશે. નોકરીયાતો માટે આ સમય સારો રહી શકે છે. જીવનમાંથી નકારાત્મકતા ઘટશે અને માનસિક શાંતિની અનુભૂતિ થશે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે મંગળ, અરુણનો નવપંચમ અને શનિ-મંગળનો પ્રતિયુતિ યોગ ખુબ અનુકૂળ રહી શકે છે. આ રાશિમાં શનિની સાડા સાતીનો બીજો તબક્કો ચાલે છે. જો કે રક્ષાબંધન વખતે શનિ વક્રી અવસ્થામાં રહેશે જેનાથી નકારાત્મક પ્રભાવોમાં ઘટાડો થઈ શકે છે. આ સમયગાળામાં તમારી મહેનત બેકાર જશે નહીં. તમને તમારા કાર્યોનું યોગ્ય અને સકારાત્મક ફળ મળશે. વેપાર, ધનસંપત્તિ, નોકરી, પરિવાર અને બાળકોના શિક્ષણ સંલગ્ન ક્ષેત્રોમાં લાભની સ્થિતિ રહેશે. જે નિર્ણયો લેવામાં અત્યાર સુધી અસમર્થ હતા તે હવે તમે તમારા સાહસ અને આત્મવિશ્વાસ સાથે લેશો. શનિ લગ્ન ભાવને મજબૂત કરશે. જેનાથી વ્યક્તિત્વમાં દ્રઢતા, સ્થિરતા અને આત્મબળમાં વધારો થશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ યોગ ખુબ લાભકારી રહી શકે છે. આ રાશિના જાતકોને લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. વેપારના ક્ષેત્રમાં પણ ખુબ લાભ થઈ શકે છે. ભાઈ બહેન સાથે સારા સંબંધ રહેશે. લોકો સાથે સારો સમય પસાર થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામો એકવાર ફરીથી શરૂ થઈ શકે છે. નવા મિત્રો બનશે. નોકરીયાતોને પણ લાભ થઈ શકે છે. શનિ-મંગળ બંનેનો પ્રભાવ જોતા મન શાંત રહેશે. માનસિક તણાવથી થોડી મુક્તિ મળી શકે છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos