30 વર્ષ બાદ બનશે અત્યંત ખતરનાક વિષ યોગ, આ 3 રાશિવાળા સાચવજો...આર્થિક રીતે પાયમાલ, ભારે નુકસાન થાય તેવા યોગ
12 ઓગસ્ટના રોજ ચંદ્રમા મીન રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી શનિ-ચંદ્રની યુતિ બનીને વિષ યોગ બનશે. આ દુર્લભ યોગ કેટલીક રાશિઓને ધનહાનિ, માનસિક તણાવ અને સ્વાસ્થ્ય સમસ્યા લાવી શકે છે. આવામાં આ રાશિવાળાએ સતર્ક અને સંયમથી રહેવાની જરૂર છે.
જ્યોતિષ પંચાગ મુજબ ગ્રહો સમયાંતરે સ્થિતિ બદલે છે અને શુભ અશુભ યોગ બનાવે છે જેની અસર તમામ 12 રાશિઓ પર પડતી હોય છે. હાલ શનિ મીન રાશિમાં છે અને 12 ઓગસ્ટના રોજ ચંદ્રમા પણ મીન રાશિમાં ગોચર કરશે. આ ગ્રહ સ્થિતિથી શનિ અને ચંદ્રમાની યુતિ થશે જેને જ્યોતિષમાં વિષ યોગ કહે છે. આ સંયોગ દુર્લભ ગણાય છે. તેની અસર કેટલીક રાશિઓ પર નકારાત્મક જોવા મળી શકે છે. જેમાં આર્થિક નુકસાન, માનસિક તણાવ અને સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ સામેલ છે. આવામાં આ રાશિના જાતકોએ સમજી વિચારીને પગલાં ભરવા અને સાવધાની રાખવી.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ વિષયોગ પડકારભર્યો રહી શકે છે. કારણ કે તે તમારી રાશિથી બારમા ભાવમાં બની રહ્યો છે. આ દરમિયાન બિનજરૂરી ખર્ચા વધી શકે છે. જેનાથી બજેટ બગડી શકે. ભાગ્યનો સાથ પણ અપેક્ષા કરતા ઓછો મળશે. પાર્ટનરશીપમાં કરાયેલા કામમાં નુકસાન સહન કરવાનો વારો આવી શકે. આથી સમજદારીથી નિર્ણય લેવો. કાર્યસ્થળ પર બેદરકારી ન વર્તવી. નહીં તો મુશ્કેલીઓ વધી શકે. તમારા પર કોઈ ખોટા આરોપનું જોખમ પણ છે. કોઈને પૈસા ઉધાર આપવાથી બચવું.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે આ વિષયોગ આઠમાં ભાવમાં બની રહ્યો છે. જે સામાન્ય રીતે અચાનક આવનારા પડકારોનો સંકેત આપે છે. આ સમય ગુપ્ત રોગ કે સ્વાસ્થ્ય સંલગ્ન કોઈ સમસ્યા સામે આવી શકે છે. નોકરીયાતોને કામમાં વિધ્ન આવી શકે છે. કાર્યસ્થળ પર માહોલ તણાવભર્યો રહી શકે છે. ભાગીદારીમાં કરાયેલા કામમાં નુકસાનનું જોખમ છે. આ સાથે માનસિક દબાણ અને બેચેની પણ વધી શકે છે. આથી પોતાને શાંત રાખવાની કોશિશ કરવી.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે આ વિષ યોગ સીધો તમારા લગ્ન ભાવમાં બની રહ્યો છે. જે જીવનના અનેક ક્ષેત્રોમાં તણાવ લાવી શકે છે. નોકરીયાતોને કાર્યસ્થળ પર સીનિયર કે જૂનિયર સાથે મતભેદ થઈ શકે છે. લગ્ન જીવનમાં પણ દલીલોથી બચવું. નહીં તો સંબંધમાં તણાવ આવી શકે છે. સ્વાસ્થ્ય મામલે સાવધાની વર્તવી, કારણ કે આ સમય દરમિયાન કોઈ જૂની કે નવી સમસ્યા પરેશાન કરી શકે છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos