30 વર્ષ બાદ શનિએ બનાવ્યો દુર્લભ પૈસાનો વરસાદ કરનારો યોગ, આ 3 રાશિવાળા ધનમાં આળોટશે, અપાર ધનલાભ થશે!
વૈદિક જ્યોતિષ મુજબ 13 જૂનના રોજ સવારે 1 વાગે શનિ અને શુક્ર એકબીજાથી 36 ડિગ્રીએ આવ્યા. જેનાથી દશાંક યોગ બન્યો છે. આ યોગથી કોને ફાયદો થઈ શકે તે પણ ખાસ જાણો.
શનિને દંડનાયક, ન્યાયના દેવતા તરીકે પણ માનવામાં આવે છે. તેઓ જાતકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિ અન્ય ગ્રહોની સરખામણીમાં સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ મનાય છે. તે એક રાશિથી નીકળીને બીજી રાશિમાં જવામાં લગભગ અઢી વર્ષનો સમય લે છે. આવામાં જો શનિની કુદ્રષ્ટિ કોઈ જાતકના જીવન પર પડે તો તેનું જીવન નરક સમાન થઈ જાય છે. શનિ હાલ મીન રાશિમાં છે. કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કે દ્રષ્ટિ પડતી રહે છે. આવામાં જ શનિ શુક્ર સાથે મળીને દશાંક યોગ બનાવી રહ્યો છે. 3 રાશિવાળાને આ યોગ ખુબ લાભ કરાવી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોને શુક્ર શનિનો દશાંક યોગ ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના દશમ ભાવમાં શનિ બિરાજમાન છે. કર્મ અને લાભ ભાવમાં આ બંને ગ્રોહના હોવાથી આ રાશિના જાતકોને અનેક ક્ષેત્રોમાં લાભ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમને સારું પ્રદર્શન કરવાની તક મળી શકે છે. તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. તમારા કામથી ઉચ્ચ અધિકારીઓ પ્રસન્ન થઈ શકે છે. વેપારમાં પણ લાભ થઈ શકે છે. તમારા દ્વારા બિઝનેસમાં બનાવવામાં આવેલી રણનીતિ સફળ થઈ શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો તમે ધન કમાવવાની સાથે સાથે તેની બચત કરવામાં પણ સફળ થઈ શકો છો. જીવનમાં ખુશીઓનું આગમન થશે.
કુંભ રાશિ
આ રાશિના જાતકો માટે શનિ શુક્રનો દશાંક યોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને શનિ સાડા સાતીનું અંતિમ ચરણ ચાલે છે. આવામાં આ રાશિની ઉપર શનિની સાથે સાથે શુક્રનો પણ સારો પ્રભાવ જોવા મળી શકે છે. વિદેશમાં વેપાર કરતા જાતકોને લાભ મળી શકે છે. નવા ઓર્ડર મળવાના યોગ છે. નોકરીના ક્ષેત્રમાં પણ ખુબ લાભ થઈ શકે છે. બેરોજગારોને નોકરી મળી શકે છે. તમારા કામ અને મહેનતની પ્રશંસા થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થઈ શકે છે. આવકમાં ઝડપથી વધારો થઈ શકે છે. અનેક ઈચ્છાઓ પૂરી થઈ શકે.
કર્ક રાશિ
આ રાશિના જાતકો માટે શુક્ર શનિનો દશાંક યોગ ખુબ લાભકારી થઈ શકે છે. આ રાશિના જાતકોને ભૌતિક સુખ મળી શકે છે. સુખ સુવિધાઓમાં વધારો થઈ શકે છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવું લાભકારી બની શકે છે. નોકરી બદલવાનો યોગ બની રહ્યા છે. કામનું દબાણ રહેશે પરંતુ તમને સફળતા અવશ્ય મળી શકે છે. વેપારના ક્ષેત્રમાં ખુબ લાભ મળવાના યોગ છે. તમારા દ્વારા બનાવવામાં આવેલી રણનીતિ સફળ થઈ શકે છે. થોડો ખર્ચ વધી શકે છે. પરંતુ તેનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરી શકો છો.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos