એક સાથે બે શક્તિશાળી ગ્રહો થયા વક્રી, આ રાશિઓનો ગોલ્ડન પીરિયડ શરૂ, બંપર ધનલાભ સાથે નવી નોકરી-પ્રમોશનના યોગ

શનિ મીન રાશિમાં અને બુધ કર્ક રાશિમાં વક્રી અવસ્થામાં બિરાજમાન છે. આવામાં આ ત્રણ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે સાથે ધનલાભની સંભાવના છે. શનિ 13 જુલાઈએ સવારે 7.24 કલાકે મીન રાશિમાં વક્રી થયા હતા જ્યારે બુધ 18 જુલાઈના રોજ સવારે 9.45 કલાકે કર્ક રાશિમાં વક્રી થયો. 
 

1/5
image

વૈદિક જ્યોતિષ મુજબ દરેક ગ્રહ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે જેની અસર તમામ 12 રાશિઓ પર પડતી હોય છે. નવગ્રહમાં શક્તિશાળી ગ્રહોમાં જેની ગણતરી થાય છે તે શનિ હાલ મીન રાશિમાં વક્રી અવસ્થામાં છે. શનિ 13 જુલાઈના રોજ મીન રાશિમાં વક્રી થયા હતા. જ્યારે 18 જુલાઈના રોજ બુધ પણ કર્ક રાશિમાં વક્રી થયો. શનિ ન્યાયના દેવતા ગણાય છે જ્યારે બુધ ગ્રહોના રાજકુમાર તરીકે ગણતરી થાય છે. શનિ નવેમ્બર મહિના સુધી જ્યારે બુધ 11 ઓગસ્ટ સુધી ઉલ્ટી ચાલ ચલશે. શનિ અને બુધ એક સાથે વક્રી થવાથી કેટલીક રાશિના જાતકોને બંપર લાભ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થવાની સાથે સાથે ધન ધાન્યમાં વધારો થઈ શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...

મેષ રાશિ

2/5
image

મેષ રાશિના દ્વાદશ ભાવમાં શનિ અને ચોથા ભાવમાં બુધ વક્રી થયા છે. આ રાશિમાં શનિ સાડા સાતીનો પ્રથમ તબક્કો ચાલુ છે. પરંતુ શનિ વક્રી થવાથી તેનો દુષ્પ્રભાવ ઘણો ઓછો થઈ શકે છે. તમારા જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વીતી શકે છે. જમીન સંપત્તિના મામલે આવી રહેલી અડચણોમાંથી રાહત મળી શકે છે. નવા નવા મિત્રો બનશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. ફાલતું ખર્ચામાંથી પણ છૂટકારો મળી શકે છે. 

તુલા રાશિ

3/5
image

તુલા રાશિના જાતકો માટે પણ શનિ અને બુધની ઉલ્ટી ચાલ ચલવું એ અનેક રીતે ફાયદાકારક રહી શકે છે. બુધ આ રાશિના દસમા ભાવમાં અને શનિ છઠ્ઠા ભાવમાં વક્રી થયા છે. આવામાં આ રાશિના જાતકોને અનેક ક્ષેત્રોમાં સફળતા મળી શકે છે. અનેક પરેશાનીઓ દૂર થઈ શકે છે. પરિવાર વચ્ચે ચાલતી અણબન દૂર થઈ શકે છે. નોકરીયાતો માટે સારો સમય રહી શકે છે. પગાર વધારા સાથે પદોન્નતિની પણ સંભાવના છે. વિરોધીઓ અને હરીફો પર તમે હાવિ રહેશો. આત્મવિશ્વાસ પણ વધશે. વેપારમાં તમારા દ્વારા બનાવવામાં આવેલી રણનીતિઓ લાભકારી રહી શકે છે. સમાજમાં માન સન્માન વધી શકે છે. 

કુંભ રાશિ

4/5
image

કુંભ રાશિના જાતકો માટે શનિ અને બુધનું વક્રી રહેવું ફળદાયી રહી શકે છે. આ રાશિના બીજા ભાવમાં શનિ અને છઠ્ઠા ભાવમાં બુધ વક્રી  થયા છે. આવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. તમારા દ્વારા થઈ રહેલી મહેનતનું તમને ફળ મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખો. પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. ફાલતું ખર્ચાથી છૂટકારો મળી શકે છે. આકસ્મિક ધનલાભ પણ થઈ શકે છે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.