30 વર્ષ બાદ શનિ-ગુરુ એક સાથે કરશે ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાના દિવસો ફરી જશે, જબ્બર ધનલાભ કરાવશે!
વૈદિક પંચાંગ મુજબ એપ્રિલના અંતમાં શનિ અને ગુરુ એક જ દિવસે નક્ષત્ર પરિવર્તન કરશે. જેનાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. જાણો તે લકી રાશિઓ કઈ કઈ છે.
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે રાશિની સાથે સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. જેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડે છે. એપ્રિલમાં ગુરુ બૃહસ્પતિ અને શનિદેવ એક જ દિવસે નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. શનિદેવ 28 એપ્રિલ 2025ના રોજ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. આ દિવસે શનિ ગોચર બાદ સાંજે ગુરુ દેવ મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આવામાં શનિ અને ગુરુ ગ્રહના નક્ષત્ર પરિવર્તનથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ રાશિઓને આકસ્મિક ધનલાભની સાથે પ્રગતિના યોગ બની રહ્યા છે. જાણો તે લકી રાશિઓ વિશે...
ધનુ રાશિ
ધનુ રાશિના જાતકો માટે ગુરુ અને શનિદેવનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ સમયમાં તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે જેનાથી નવી યોજનાને લાગૂ કરવાની તક મળશે. કરિયરમાં પ્રમોશન કે નવા પ્રોજેક્ટ્સની શરૂઆત થઈ શકે છે. પરિણીત લોકોનું વૈવાહિક જીવન શાનદાર રહેશે. આ સાથે જ આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપારીઓને નવા નવા ઓર્ડર મળી શકે છે જેનાથી સારો ધનલાભ થઈ શકે છે.
કર્ક રાશિ
ગુરુ અને શનિદેવનું નક્ષત્ર પરિવર્તન શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. રોકાણથી લાભના યોગ છે. કરિયરમાં આગળ વધવાની તક મળશે. કાર્યસ્થળે મહેનત અને આકરી મહેનતને બિરદાવવામાં આવશે. કાર્યશૈલીમાં નિખાર આવશે. ઈચ્છાઓ પૂરી થશે. ધન સેવિંગ કરવામાં સફળ રહેશો. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા માર્ક્સ આવી શકે છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે ગુરુ અને શનિદેવનું નક્ષત્ર પરિવર્તન સકારાત્મક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન બેરોજગારોને નોકરી મળી શકે છે. નોકરીયાતોને કાર્યસ્થળે નવી જવાબદારી મળી શકે છે. શનિ અને ગુરુની કૃપાથી નોકરી કરતા લોકોને જીવનમાં આગળ વધવાની તકો મળશે. આર્થિક દ્રષ્ટિએ આ સમય લાભકારી રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. પરિવારમાં સામંજસ્ય રહેશે. વિચારેલી યોજનાઓ સફળ થઈ શકે છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos