Samsaptak Yog 2025: સિંહ સહિત 4 રાશિઓ માટે ક્રૂર બનશે શનિ અને મંગળ, 28 જુલાઈથી સંભાળીને રહેવું, આર્થિક નુકસાન સહિતના કષ્ટ વધશે
Samsaptak Yog 2025: ક્રૂર ગ્રહ શનિ અને મંગળ ગણતરીના દિવસોમાં એક ખતરનાક યોગ બનાવશે. 28 જુલાઈ એ મંગળ ગોચર કરશે અને સમસપ્તક યોગ બનશે. આ યોગની અશુભ અસરો 4 રાશિના લોકોના જીવનમાં જોવા મળી શકે છે. આ રાશિઓને ભારે કષ્ટનો સામનો કરવો પડશે.
મંગળ ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કરશે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે અને બીજા ગ્રહ સાથે યુતિ બનાવે છે. આ યુતિથી શુભ અને અશુભ બંને પ્રકારના યોગ સર્જાતા હોય છે. અગ્નિ તત્વ વાળો મંગળ ગ્રહ 28 જુલાઈ એ ગોચર કરી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે શનિ મીન રાશિમાં ગોચર કરે છે. શનિ અને મંગળ એકબીજાથી 7 માં ભાવમાં રહેશે અને સમસપ્તક યોગ બનાવશે.
શનિ અને મંગળનો સમસપ્તક યોગ બનશે
શનિ અને મંગળના દ્રષ્ટિ સંબંધથી સમસપ્તક યોગ બનશે તે સિંહ સહિત 4 રાશિઓ માટે અશુભ સાબિત થશે. આ સમયે રાહુની સ્થિતિ પણ સારી નથી. શનિ, રાહુ અને મંગળની સ્થિતિ દેશ-દુનિયામાં પણ તણાવ વધારી શકે છે. સાથે જ આ રાશિઓના કરિયર પર પણ સંકટ વધી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે મંગળ અને શનિનો સમસપ્તક યોગ પ્રતિકૂળ પરિણામ આપનાર રહેશે. કામમાં વારંવાર નિષ્ફળતા મળશે. વાણીમાં કઠોરતા વધશે. સંબંધો બગડી શકે છે. આર્થિક નુકસાન થઈ શકે છે. રોકાણથી બચવું.
કન્યા રાશિ
મંગળનું ગોચર કન્યા રાશિમાં જ થઈ રહ્યું છે. એટલે કે આ રાશિમાં રહીને જ મંગળ શનિ સાથે સમસપ્તક યોગ બનાવશે. આ રાશિના લોકોના કરિયર અને પર્સનલ લાઈફમાં સમસ્યા થઈ શકે છે. સંબંધોમાં ગેરસમજ વધી શકે છે. આ સમયે યોગ્ય નિર્ણય ન લઈ શકાય. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.
ધન રાશિ
મંગળ અને શનિનો સમસપ્તક યોગ ધન રાશિના લોકોને પણ કષ્ટ આપશે. આ સમય દરમિયાન તમે અસંતુષ્ટ, અશાંત રહી શકો છો. જીવનમાં નવા પડકારો આવી શકે છે. ઈર્ષા કરનાર લોકો ષડયંત્ર કરી શકે છે. સ્વાસ્થ્ય સમસ્યા વધી શકે છે. કામમાં વધારે મહેનત કરવી પડી શકે છે.
મીન રાશિ
મીન રાશિમાં જ શનિ છે અને મંગળ સાથે સમસપ્તક યોગ બનાવશે. તેથી આ રાશિના લોકોને આર્થિક નુકસાન થઈ શકે છે. મહત્વપૂર્ણ વ્યક્તિ નારાજ થઈ શકે છે. ગેરસમજ વધશે. લોકોથી બચીને ચાલવું. કામકાજમાં સમસ્યા આવી શકે છે. વિવાદ અને ઝઘડાથી બચવું.
Trending Photos