શનિ, મંગળ, રાહુની ત્રિપુટી અત્યંત ભયાનક સ્થિતિ પેદા કરશે, 5 રાશિ પર તોળાઈ રહ્યા છે સંકટના વાદળો, ભારે ધનહાનિના યોગ
ષડાષ્ટક યોગ કેટલો ખતરનાક હોય છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે જ્યારે એપ્રિલમાં પહેલગામ હુમલો થયો હતો ત્યારે પણ આ યોગ બનેલો હતો. હવે એકવાર ફરીથી ઓગસ્ટ 2025માં રાહુ-મંગળ ષડાષ્ટક યોગ બનાવી રહ્યા છે. જે ભયાનક પરિણામ આપી શકે છે.
જ્યારે બે ગ્રહો એકબીજાથી છઠ્ઠા કે આઠમા ભાવમાં હોય તો ત્યારે આ ષડાષ્ટક યોગ બને છે. જ્યોતિષમાં ષડાષ્ટક યોગ ખુબ અશુભ ગણાય છે. જે અમંગલકારી ઘટનાઓનું કારણ બનતો હોય છે. જ્યારે પણ ષડાષ્ટક યોગ બને છે ત્યારે દેશ દુનિયામાં આફતો, યુદ્ધ, હિંસા જેવી ઘટનાઓ ઘટે છે.
પહેલગામ હુમલો
એપ્રિલમાં મંગળે કર્કમાં ગોચર કર્યું હતું અને રાહુ મીનમાં હતો. ત્યારે બંને વચ્ચે ષડાષ્ટક યોગ બન્યો હતો. આ દરમિયાન દેશ દુનિયામાં અનેક ભયંકર ઘટનાઓ ઘટી. પહેલગામ આતંકી હુમલો, ઈઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધ, પૂર, ભૂકંપ જેવી આફતો આવી.
ફરીથી ષડાષ્ટક યોગ
એકવાર ફરીથી 28 જુલાઈના રોજ મંગળ ગોચર કરીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જ્યારં કુંભરાશિમાં રાહુ બિરાજમાન છે. જેનાથી મંગળ અને રાહુ વચ્ચે ષડાષ્ટક યોગ બની રહ્યો છે. જે 13 સપ્ટેમ્બર સુધી રહેશે. આ સાથે શનિ પણ હાલ વક્રી અવસ્થામાં છે. આ ત્રણેય ગ્રહો મળીને ખુબ ઉથલપાથલ મચાવશે. ફરીથી અમંગળકારી ઘટનાઓ ઘટે એવી આશંકા છે. 5 રાશિઓએ ખુબ સાવધાન રહેવું પડશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ ષડાષ્ટક યોગ ખુબ નુકસાન કરાવી શકે છે. વાદ વિવાદથી બચવું. નહીં તો ઝઘડો થઈ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. ધનહાનિના યોગ છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે ષડાષ્ટક યોગ આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પાડશે. ધનહાનિના યોગ છે. ખર્ચા વધશે. કેટલાક જાતકો કોઈ ગંભીર બીમારીનો ભોગ બની શકે છે. તણાવ રહેશે.
ધનુ રાશિ
ધનુ રાશિના જાતકોને મંગળ અને રાહુનો ષડાષ્ટક યોગ વર્ક પ્લેસ પર પડકારો આપશે. નોકરી વેપારમાં સમસ્યાઓ થઈ શકે છે. કોઈ સાથે વિવાદ થઈ શકે છે. મહેનતનું ફળ ઓછું મળશે.
મકર રાશિ
મકર રાશિવાળા આ દરમિયાન પ્રવાસ કરવાથી બચે. વાહન સંભાળીને ચલાવવું. બીમારી, ઈજાનો ભોગ બની શકો છો. જોખમવાળા કામ ન કરવા.
મીન રાશિ
મંગળ અને રાહુનો ષડાષ્ટક યોગ મીન રાશિવાળાને રિલેશનશીપમાં સમસ્યા પેદા કરી શકે છે. પાર્ટનર સાથે બનશે નહીં. ધૈર્યથી સમય પસાર કરવો. નોકરી વેપારમાં પણ સતર્ક રહો. ક્રોધ અને વાણી પર કાબૂ રાખવો જોઈએ.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos