30 વર્ષ બાદ દંડનાયક શનિ ગુરૂની રાશિમાં ચાલશે સીધી ચાલ, આ જાતકોના દરેક ક્ષેત્રમાં મળશે અપાર સફળતા, ધન-સંપત્તિ વધશે

Shani dev margi 2025: ન્યાયાધીશ શનિ નવેમ્બર મહિનાના અંતમાં મીન રાશિમાં સીધી ચાલ ચાલશે, જેનાથી ત્રણ રાશિઓને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા હાસિલ થઈ શકે છે.

શનિ માર્ગી 2025

1/5
image

કર્મફળ દાતા શનિ નવગ્રહમાંથી સૌથી શક્તિશાળી ગ્રહમાંથી એક ગ્રહ માનવામાં આવે છે, જે સૌથી ધીમી ગતિથી ચાલે છે. તેવામાં 12 રાશિઓના જીવનમાં લાંબા સમય સુધી શનિનો પ્રભાવ રહે છે. શનિ એકમાત્ર ગ્રહ છે, જેની પાસે સાડાસાતી અને ઢૈય્યાનો હક છે. તેવામાં શનિની સ્થિતિનો પ્રભાવ દેશ-દુનિયામાં ખૂબ જોવા મળે છે. મહત્વનું છે કે શનિ માર્ચ મહિનામાં પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. તો હવે આ રાશિમાં વક્રી અવસ્થામાં બિરાજમાન છે. નવેમ્બર મહિનામાં આ રાશિમાં શનિ માર્ગી થશે. શનિની ગુરૂ રાશિમાં સીધી ચાલથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળશે. વૈદિક પંચાગ અનુસાર કર્મફળ દાતા શનિ 28 નવેમ્બરે સવારે 9 કલાક 20 મિનિટ પર મીન રાશિમાં માર્ગી થશે.

મિથુન રાશિ

2/5
image

આ રાશિના ભાગ્ય ભાવમાં શનિ માર્ગી થશે. તેવામાં આ રાશિના જાતકોને લાંબા સમયથી ચાલતી મુશ્કેલી સમાપ્ત થઈ શકે છે. આ સાથે તમારા અટવાયેલા કામ ફરી શરૂ થઈ શકે છે. કાર્યસ્થળમાં તમારા કામની પ્રશંસા થશે. આ સાથે તમારા કામને જોતા તમને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ સિવાય બિઝનેસમાં પણ લાભ મળવાનો છે. જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણથી લાભ મળી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી બીમારી હવે ધીમે-ધીમે સમાપ્ત થઈ શકે છે.  

તુલા રાશિ

3/5
image

આ રાશિના જાતકો માટે શનિની સીધી ચાલ લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિમાં શનિ છઠ્ઠા ભાવમાં માર્ગી થશે. તેવામાં આ રાશિના જાતકોના જીવનમાં ચાલી હેલી પૈસાની તંગીથી છુટકારો મળી શકે છે. આ સાથે કાર્યક્ષેત્રમાં ખૂબ લાભ મળી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી બીમારી હવે ધીમે-ધીમે ઠીક થઈ શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. પરિવારની સાથે સારો સમય પસાર કરી શકો છો. તમારી મહેનતનું ફળ શનિ દેવ જરૂર આપશે. નોકરી કરનાર જાતકો માટે આ સમય લાભકારી સાબિત થઈ શકે છે. પ્રમોશન અને પગાર વધારાનો યોગ બની રહ્યો છે.

મકર રાશિ

4/5
image

આ રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના ત્રીજા ભાવમાં શનિ માર્ગી થશે. આ સાથે દ્રષ્ટિ પંચમ ભાવ, નવમ ભવ અને દ્રાદશ ભાવમાં પડશે. તેવામાં આ જાતકોએ કામના સિલસિલામાં યાત્રા કરવી પડી શકે છે. બારમો ભાવ વિદેશનો કારક માનવામાં આવે છે. તેવામાં શનિ દેવની કૃપાથી તમને વિદેશ જવાની તક મળી શકે છે. સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. આ સાથે જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે. વેપારમાં પણ લાભ મળી શકે છે.

5/5
image

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.