9855 દિવસ બાદ શનિની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાને કરાવશે છપ્પરફાડ ધનલાભ! નોકરી-વેપારમાં બંપર પ્રગતિ
વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. જેનાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય સોના જેવું ચમકી શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે....
વૈદિક જ્યોતિષમાં શનિદેવને કર્મફળના દાતા અને ન્યાયના દેવતા ગણવામાં આવે છે. એટલે કે શનિદેવ લોકોને કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિદેવ એક રાશિમાંથી બીજી રાશિમાં જવામાં અઢી વર્ષનો સમય લે છે. વચ્ચે વચ્ચે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. શનિદેવ હાલ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં છે. ઓક્ટોબરમાં પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. આ નક્ષત્રના સ્વામી ગુરુ ગ્રહ છે. શનિના આ નક્ષત્ર પરિવર્તનથી કેટલીક રાશિના જાતકો માટે સારા દિવસો શરૂ થઈશકે છે. પૈસાની સાથે સાથે પદ અને પ્રતિષ્ઠા મળવાના પણ યોગ છે.
કુંભ રાશિ
કુંભ રાશિવાળા માટે શનિદેવનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી ધનના ભાવ પર ગોચર કરી રહ્યા છે. આ સમય દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. પૈતૃક સંપત્તિથી તમને લાભ થશે. નોકરી અને વેપારમાં પ્રગતિ થશે. સામાજિક માન સન્માન વધશે અને પરિવારમાં માંગલિક કાર્યો થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. માન સન્માન મળશે. વ્યક્તિત્વમાં નિખાર આવશે. મહેનતનું ફળ મળશે.
તુલા રાશિ
શનિદેવનું નક્ષત્ર પરિવર્તન તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી છઠ્ઠા ભાવ પર ગોચર કરી રહ્યા છે. કોર્ટ કચેરીના મામલે સફળતા મળી શકે છે. શત્રુઓ પર વિજય મળશે. ફાઈનાન્શિયલ કન્ડિશન સારી રહેશે. રોકાણથી લાભ થશે. જોબ કરતા હશો તો મહેનતનું ફળ મળશે અને કોઈ મોટી કંપનીમાં જોડાવવાની તક મળશે. વિચારેલી યોજનાઓ સફળ થશે. વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે શનિદેવનું નક્ષત્ર પરિવર્તન કરિયર અને વેપાર માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી ગોચર કુંડળીથી કર્મ ભાવ પર ગોચર કરી રહ્યા છે. આથી બેરોજગારોને નોકરી મળી શકે છે. નોકરીયાતોને કાર્યસ્થળે નવી જવાબદારી મળી શકે છે. કોમળ પરંતુ પ્રભાવશાળી સંવાદ શૈલી લોકોને પ્રભાવિત કરશે. ધનસંપત્તિનું સુખ મળશે સાથે કરિયરમાં હવે અધિકારીઓ તમારા કામથી ખુશ થશે. નવી જવાબદારી મળી શકે છે. જેનો લાભ તમને મળશે. વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos