શનિની વક્રી અને ગુરુનો ઉદય આ 5 રાશિઓ માટે ખતરનાક! તમારી એક ભૂલ કરી નાખશે પાયમાલ

Grah Gochar Rashifal: જ્યોતિષ ગણતરી અનુસાર 13 જુલાઈથી શનિ મીન રાશિમાં ઉલ્ટી ચાલ ચાલશે. જ્યારે 14 જુલાઈએ ગુરુ ગ્રહ મિથુન રાશિમાં ઉદય અવસ્થામાં આવશે. આવી સ્થિતિમાં જાણો શનિની વક્રી અને ગુરુનો ઉદય કઈ રાશિઓ માટે અશુભ છે.
 

શનિ-ગુરુ ગ્રહની ચાલ 5 રાશિઓ માટે અશુભ

1/7
image

જ્યોતિષ શાસ્ત્રમાં શનિ અને ગુરુની ચાલ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે પણ આ બન્ને ગ્રહો પોતાની બદલાવ કરે છે, ત્યારે તેની સીધી અસર માનવ જીવન પર પડે છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર 13 જુલાઈએ શનિ મીન રાશિમાં વક્રી ચાલ ચાલશે અને 14 જુલાઈએ ગુરુ ઉદય અવસ્થામાં મિથુન રાશિમાં આવશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે શનિની વક્રી અને ગુરુના ઉદયને કારણે કઈ રાશિના લોકોએ સાવચેત રહેવું પડશે.  

વૃષભ રાશિ

2/7
image

શનિ વક્રી અને ગુરુ ઉદય થવાથી વૃષભ રાશિના જાતકો માટે નકારાત્મક સમય શરૂ થશે. રોકાણથી નુકસાન થઈ શકે છે. ખર્ચ વધી શકે છે. કાર્યસ્થળ પર મતભેદો વધી શકે છે.

મિથુન રાશિ

3/7
image

મિથુન રાશિના જાતકોના જીવન પર ખરાબ અસર પડશે. અજાણ્યા લોકોથી સાવધાન રહેવું પડશે. આ સમયે કોઈ નવું કામ શરૂ ન કરો નહીંતર રૂપિયા સંબંધિત સમસ્યા થઈ શકે છે.

કર્ક રાશિ

4/7
image

કર્ક રાશિના જાતકોને બિઝનેસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વેપારી વર્ગ માટે સમય અનુકૂળ નથી. આર્થિક નુકસાન થઈ શકે છે. વૈવાહિક જીવન પણ પ્રભાવિત થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

5/7
image

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયે ઉતાવળમાં લીધેલા નિર્ણયો સમસ્યાઓમાં વધારો કરશે. બિનજરૂરી રૂપિયા ખર્ચ કરવાનું ટાળો. બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ કરવાથી તમારા ઘરનું બજેટ બગડશે. નોકરી અને વ્યવસાયમાં સમસ્યાઓ વધી શકે છે.  

મકર રાશિ

6/7
image

મકર રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. કામમાં નકારાત્મકતાનો સામનો કરવો પડી શકે છે. દલીલોથી સાવધાન રહેવું પડશે. આ સમયે સમજદારીપૂર્વક વાત કરવી.

7/7
image

(Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી.)