500 વર્ષ બાદ બનશે આ શનિ-ગુરુનો આ દુર્લભ સંયોગ, 4 રાશિવાળાને તો લોટરી લાગશે, છપ્પરફાડ ધનલાભ કરાવશે!
દેશના અનેક ભાગોમાં શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે જો કે ગુજરાતમાં હજુ વાર છે. શ્રાવણમાં 500 વર્ષ બાદ શનિદેવ અને ગુરુદેવનો દુર્લભ સંયોગ બન્યો છે. જે 4 રાશિઓ માટે ખુબ જ ફાયદાકારક રહી શકે છે. આ રાશિઓ પર ભગવાન શિવની અપાર કૃપા વરસશે અને દરેક કાર્યમાં સફળતા મળી શકે છે...
ભગવાન શિવના પ્રિય શ્રાવણ મહિનામાં 500 વર્ષ બાદ ન્યાયના દેવતા શનિદેવ અને દેવતાઓના ગુરુ બૃહસ્પતિનો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. વૈદિક જ્યોતિષ મુજબ 13 જુલાઈના રોજ શનિ મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે અને આ અવસ્થામાં શનિદેવ 28 નવેમ્બર 2025 સુધી રહેશે. એટલે કે મીન રાશિમાં શનિ લગભગ 139 દિવસ સુધી વક્રી અવસ્થામાં રહેશે. આ સાથે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પણ 9 જુલાઈએ મિથુન રાશિમાં ઉદય થયા છે. . જ્યોતિષ મુજબ શનિ અને ગુરુની આ સ્થિતિ શ્રાવણમાં 500 વર્ષ બાદ બની રહી છે. જેનાથી 4 રાશિઓને લાભ થઈ શકે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિવાળાને ધન સંબંધિત સમસ્યા દૂર થઈ શકે છે. કારણ કે ગુરુ તમારા ધન ભાવમાં ઉદય થશે અને શનિદેવ તમારી આવકના ભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં વૃષભ રાશિવાળાની આવકમાં સારો એવો વધારો થઈ શકે છે અને પ્રોફેશનલ સેક્ટરમાં ખુબ લાભ થઈ શકે છે. રોકાણ કરવા માટે ઉત્તમ સમય છે. ભગવાન શિવની કૃપાથી ભવિષ્યમાં સારો ફાયદો થઈ શકે છે.
મિથુન રાશિ
ગુરુ મિથુન રાશિના લગ્ન ભાવમાં ઉદય થયા છે અને શનિ તમારા કર્મ ભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મિથુન રાશિના જાતકોને ભાગ્યનો ભરપૂર સાથ મળશે અને તમારા જે પણ કાર્યો ઘણા સમયથી અટકેલા છે તે પૂરા થશે. ભગવાન શિવની કૃપાથી તમને કરિયર અને કારોબાર સંલગ્ન મુસાફરી કરવાનો મોકો મળશે. સારા લાભ થઈ શકે છે. શિવની કૃપાથી સમાજમાં માન સન્માન વધશે. ગરીબ તથા જરૂરિયાતવાળા લોકોની મદદ માટે આગળ પણ આવશો.
કન્યા
500 વર્ષ બાદ બનેલા આ સંયોગથી કન્યા રાશિવાળાને ભગવાન શિવજીની કૃપાથી દરેક ઈચ્છાઓ પૂરી થઈ શકે છે અને મકાન તથા વાહન ખરીદવાનું સપનું પણ પૂરું થશે. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં બેલેન્સ રાખીને ચાલશો. બંને ક્ષેત્રમાં યોજના બનાવીને ચાલવાથી સફળતા મળી શકે છે. નોકરીયાત જાતકોને ભગવાન શિવજીની કૃપાથી કાર્યક્ષેત્રમાં તમારા કાર્યોના કારણે ખુબ પ્રશંસા મળશે અને પોતાના ટાર્ગેટ સરળતાથી પૂરા કરી શકશો.
ધનુ રાશિ
ધનુ રાશિના જાતકોને પણ ચારેકોરથી ફાયદો થઈ શકે છે. વાત જાણે એમ છે કે ગુરુ તમારી રાશિથી સપ્તમ ભાવમાં જ્યારે શનિ તમારી રાશિથી ચોથા ભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે. ગુરુ અને શનિનો સંયોગ તમને ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો કરાવશે અને અટકેલું ધન પાછું અપાવી શકે છે. ભગવાન શિવજીની કૃપાથી તમે આ સમયગાળામાં નવું વાહન, ઘર કે જમીન ખરીદી શકો છો. વિવાદમાં ફસાયેલા હશો તો મુક્તિ મળી શકે છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos