માર્ગી થઈ વધુ શક્તિશાળી બનશે શનિ, આ 3 રાશિવાળા પર વરસી જશે, ચારેકોરથી પૈસાનો વરસાદ થાય તેવા પ્રબળ યોગ
શનિની માર્ગી ચાલ ખુબ શુભ ગણાય છે. માર્ગી ચાલમાં ગોચર કરીને શનિ કેટલીક રાશિઓને ખુબ ફાયદો કરાવી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે.
શનિની બદલાતી ચાલનો પ્રભાવ વ્યક્તિના જીવન ઉપર પણ પડે છે. કર્મફળના દાતા ગણાતા શનિ ગણતરીના દિવસોમાં પોતાની ચાલ બદલશે. પહેલા શનિ વક્રી થયા અને પછી હવે માર્ગી ચાલમાં ગોચર કરશે. જેનું પરિણામ કેટલાક રાશિના જાતકો માટે અશુભ તો કેટલાક રાશિવાળા માટે શુભ હોઈ શકે છે. શનિની સીધી ચાલ કેટલીક રાશિઓ માટે ખુબ જ ફાયદો કરાવે તેવી રહી શકે છે. હિન્દુ પંચાંગ મુજબ નવેમ્બર મહિનામાં શનિ સીધી ચાલમાં ગોચર કરવાનું શરૂ કરશે. શનિની માર્ગી ચાલથી કોને ફાયદો થઈ શકે તે ખાસ જાણો.
ધનુ રાશિ
શનિના માર્ગી થવાથી ધનુ રાશિના જાતકોને ખાસ કરીને ફાયદો થઈ શકે છે. જીવનમાં ખુશીઓનો આનંદ લઈ શકશો. કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે સારો સમય ગણાઈ રહ્યો છે. પરિવારના સભ્યો સાથે સંબંધ ગાઢ થશે. તમારું માન સન્માન વધશે અને ધનલાભના પણ યોગ છે.
કુંભ રાશિ
શનિના માર્ગી થવાથી કુંભ રાશિના જાતકોને ખુબ ફાયદો થઈ શકે છે. કાર્યક્ષેત્રે સફળતા મળશે. અટકેલા કામો થવા લાગશે. તમારી આર્થિક સ્થિતિ પણ સુધરી શકે છે. ધન આગમનના યોગ બની રહ્યા છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે શનિની માર્ગી ચાલ ખુબ જ ફાયદો કરાવે તેવી રહી શકે છે. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. કોઈ મુસાફરી કરી શકો તેવા યોગ છે. બધુ મળીને સમય સારો રહી શકે છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos