IPL ઓક્શનમાં રહ્યો અનસોલ્ડ...અચાનક ચમક્યું નસીબ, મેદાનમાં ઉતારતા જ દેખાડી 'નવાબી'

IPL 2025 : દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી આ સિઝનની પ્રથમ મેચમાં આ ભારતીય બોલરે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ખેલાડી  IPL 2025નીઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો, પરંતુ નસીબે તેને બીજો મોકો આપ્યો અને તેણે આ તક ઝડપી લીધી. 

1/5
image

IPL 2025માં ચોથી મેચ દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં એક એવા ખેલાડીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું જેને IPL 2025ની હરાજીમાં કોઈપણ ટીમે બોલી લગાવી નહોતી. 

2/5
image

પરંતુ નસીબે બીજી તક આપી જેને સ્ટાર ઓલરાઉન્ડરે વધાવી લીધી અને આ સિઝનની પ્રથમ મેચની પહેલી જ ઓવરમાં 2 વિકેટ ઝડપીને પોતાની ક્ષમતા બતાવી. અમે શાર્દુલ ઠાકુરની વાત કરી રહ્યા છીએ જેને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમમાં રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

3/5
image

IPL 2025ની મેગા ઓક્શનમાં શાર્દુલ ઠાકુર અનસોલ્ડ રહ્યો હતો. લખનઉનો બોલર મોહસીન ખાન ઈજાગ્રસ્ત થયો અને શાર્દુલ ઠાકુરને બીજી તક મળી. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં, કેપ્ટન રિષભ પંતે તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેને પહેલી જ ઓવરમાં બોલ સોંપ્યો. શાર્દુલ દિલ્હી માટે અદભૂત સાબિત થયો અને તેણે પહેલી જ ઓવરમાં ટીમને બેકફૂટ પર લાવી દીધી.

4/5
image

દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનઉએ આ ટીમ સામે 210 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં દિલ્હીએ સારી શરૂઆત કરી હોત પરંતુ શાર્દુલ સારો બોલર સાબિત થયો હતો. તેણે પહેલા જેક ફ્રેઝર મેકગર્ક અને પછી અભિષેક પોરેલને ખાતું પણ ખોલ્યા વિના પેવેલિયનનો રસ્તો બતાવ્યો. દિલ્હીએ માત્ર 2 રનના સ્કોર પર તેના 2 બેટ્સમેન ગુમાવ્યા હતા.

5/5
image

પ્રથમ ઓવર પછી દિલ્હીની ટીમ પત્તાની જેમ તૂટી ગઈ હતી, ટીમે માત્ર 50 રનના સ્કોર પર તેના 4 બેટ્સમેન ગુમાવ્યા હતા. શાર્દુલ પછી બાકીનું કામ સ્પિનરોએ પૂરું કર્યું. મણિમર્થ સિદ્ધાર્થ, રવિ બિશ્નોઈએ પણ શાનદાર બોલિંગ કરી હતી. તેમ છતાં તેઓ ટીમને જીતાડી શક્યા નહોતા.