ગાવસ્કર-સચિન-વિરાટથી પણ આગળ નિકળ્યો શુભમન ગિલ, ઈંગ્લેન્ડમાં બેવડી સદી ફટકારીને તોડ્યા 10 મહારેકોર્ડ

Shubman Gill: એજબેસ્ટન મેદાન પર શુભમન ગિલે ઐતિહાસિક બેવડી સદી ફટકારી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ગિલે પોતાના ટેસ્ટ કરિયરની પહેલી બેવડી સદી ફટકારી અને ઇતિહાસ રચ્યો છે. તેમણે આ બેવડી સદીની સાથે જ 10 મોટા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. ગિલે સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોને પણ પાછળ છોડી દીધા છે.

આવું કરનાર પ્રથમ ભારતીય કેપ્ટન

1/5
image

શુભમન ગિલ ઇંગ્લેન્ડમાં ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે. આ પહેલા કોઈ પણ ભારતીય કેપ્ટન આ સિદ્ધિ મેળવી શક્યો નથી. આ ઉપરાંત તે ઇંગ્લેન્ડમાં ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર ભારતના બીજો સૌથી યુવા કેપ્ટન પણ બન્યો છે. મન્સૂર અલી ખાન પટૌડી ઇંગ્લેન્ડમાં ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય કેપ્ટન રહ્યા છે. મન્સૂર અલી ખાન પટૌડીએ 23 વર્ષ 39 દિવસની ઉંમરે આ કમાલ કર્યો હતો, જ્યારે ગિલે 25 વર્ષ 298 દિવસની ઉંમરે આ બેવડી સદી ફટકારી છે.

આ મામલામાં પણ બન્યો પ્રથમ કેપ્ટન

2/5
image

ગિલ પ્રથમ એવો એશિયન કેપ્ટન પણ બની ગયો છે. જેમણે SENA દેશોમાં ટેસ્ટમાં બેવડી સદી ફટકારી છે. આ પહેલા એશિયન કેપ્ટન તરીકે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2011માં લોર્ડ્સમાં તિલકરત્ને દિલશાનના નામે 193 રન હતા. તે SENA દેશોમાં ભારતીય કેપ્ટન તરીકે સૌથી મોટી ટેસ્ટ ઇનિંગ્સ રમનાર બેટ્સમેન પણ બન્યો.

ગાવસ્કરનો તોડ્યો રેકોર્ડ, સચિનથી નીકળ્યો આગળ

3/5
image

ગિલે બેવડી સદી પૂરી કર્યા પછી મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરના રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ખરેખર, ગિલ ઇંગ્લેન્ડમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે સુનીલ ગાવસ્કરનો 221 રનનો રેકોર્ડ તોડ્યો હતો. ગાવસ્કરે આ ઇનિંગ્સ 1979માં રમી હતી. આ ઉપરાંત ગિલ એક બાબતમાં સચિન તેંડુલકરથી પણ આગળ નીકળી ગયો. તેણે સૌથી નાની ઉંમરના કેપ્ટન તરીકે બેવડી સદી ફટકારવાના મામલામાં તેંડુલકરને પાછળ છોડી દીધો. તેંડુલકરે 26 વર્ષ અને 189 દિવસની ઉંમરે આ કર્યું હતું.

સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ભારતીય કેપ્ટન બન્યો

4/5
image

ગિલ ઇંગ્લેન્ડમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ભારતીય કેપ્ટન પણ બની ગયો છે. જો કે, આ રેકોર્ડ તેણે બેવડી સદી પૂર્ણ કર્યા પહેલા જ પોતાના નામે કરી લીધો હતો. તેમના પહેલા આ રેકોર્ડ મોહમ્મદ અઝહરુદ્દીનના નામે હતો, જેમણે 1990માં 179 રનની ઇનિંગ્સ રમી હતી. ગિલે ટેસ્ટમાં બેવડી સદી ફટકારવાના મામલે મન્સૂર અલી ખાન પટૌડી, સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, એમએસ ધોનીની બરાબરી કરી હતી. વિરાટ કોહલી આ મામલામાં 7 બેવડી સદી ફટકારીને સૌથી આગળ છે.

વિરાટ કોહલીનો રેકોર્ડ પણ તૂટ્યો

5/5
image

ગિલનું નામ હવે એજબેસ્ટનમાં ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. તેમણે આ મામલામાં વિરાટ કોહલીને પાછળ છોડી દીધો, જેમણે 2018ની ટેસ્ટમાં 149 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ગિલ વિદેશમાં ટેસ્ટ મેચોમાં બેવડી સદી ફટકારનાર વિરાટ કોહલી પછી બીજા ભારતીય કેપ્ટન પણ છે.