દૈત્યોના ગુરુએ બનાવ્યો પાવરફૂલ 'ધનશક્તિ રાજયોગ', આ રાશિવાળાને ગુપ્ત ધનથી તિજોરીઓ છલકાશે! શત્રુઓ હારશે
ધનના દાતા શુક્રએ મેષ રાશિમાં જતા જ ધન શક્તિ રાજયોગ બનાવ્યો છે. આવામાં 29 જૂન સુધી આ રાશિવાળાને ભરપૂર લાભ મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
દૈત્યોના ગુરુ મે મહિનાના અંતમાં મંગળની રાશિ મેષમાં પ્રવેશ કરી ગયા હતા. જ્યાં તેઓ 29 જૂન સુધી રહેશે. સંપન્નતા, કળા અને સંગીત, સુખ ઐશ્વર્ય, પ્રેમ અને વૈવાહિક જીવનના દાતા શુક્રના મંગળની રાશિમાં બિરાજમાન છે અને મંગળ સિંહ રાશિમાં બિરાજમાન છે. જેનાથી ધનશક્તિ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ બનવાથી 12 રાશિઓના જીવનમાં કોઈને કોઈ પ્રકારે પ્રભાવ જોવા મળી શકે છે. આ ત્રણ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા સાથે ખુભ ધનલાભ થઈ શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના છઠા ભાવમાં શુક્ર બિરાજમાન છે. આ સાથે જ મંગળ છઠા ભાવના સ્વામી થઈને દશમ ભાવમાં બિરાજમાન છે. આવામાં ધનશક્તિ રાજયોગ આ રાશિના જાતકો માટે ફળદાયી નીવડી શકે છે. આ રાશિમાં શુક્રની દ્રષ્ટિ 12માં ભાવ પર પડી રહી છે અને આ ભાવમાં શુક્ર અતિ વિશિષ્ટ કારક હોય છે. આવામાં આ રાશિના જાતકોને વિદેશ સંબંધિત ચીજોમાં સફળતા મળી શકે છે. વિદેશથી ધનલાભ થઈ શકે છે. વિદેશમાં વેપાર ચાલતો હશે તો ખુબ ધનલાભના યોગ છે. વિદેશ જવાનું સપનું પણ પૂરું થઈ શકે. કળા ક્ષેત્રે જોડાયેલા લોકોને કળાના પ્રદર્શનની તક મળી શકે છે. સુખ સુવિધાઓમાં ઝડપથી વધારો થઈ શકે છે. મંગળને શત્રુહંતા ગણવામાં આવે છે. આથી આ રાશિના જાતકોને શત્રુઓથી છૂટકારો મળી શકે છે. કાર્યક્ષેત્રે લાંબા સમયથી ચાલતી પરેશાનીઓ દૂર થઈ શકે છે. દરેક કાર્યમાં સફળતા મળી શકે છે. ભૂમિ, જમીન અને પ્રોપર્ટી સંબંધિત સપના પૂરા થઈ શકે છે. માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થશે. ધનના ભંડાર દિવસ રાત બમણી ગતિથી વધે તેવા યોગ છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોને પણ શુક્ર મંગળનો ધન શક્તિ યોગ ફળદાયી નીવડી શકે છે. મંગળ જ્યાં તમને વેપારમાં પરિશ્રમનું ફળ આપશે ત્યાં શુક્ર લાભ કરાવશે. આ સાથે જ આ યોગ વિદ્યાર્થીઓ માટે ખુબ લાભકારી નીવડી શકે છે. લક્ષ્યો મેળવવામાં સફળ થઈ શકે છે. મંગળ ભૂમિનો પણ કારક ગ્રહ મનાય છે. આવામાં લગ્ન બાદ જાતકોને ફ્લેટ કે કોઈ પ્રોપર્ટી ખરીદવાનો સંયોગ બની શકે છે. જીવનસાથીની સાથે દરેક ક્ષેત્રમાં સફળ થઈ શકે છે. શુક્રનું ગોચર કુંડળીમાં દશમ ભાવમાં થઈ રહ્યો છે. આ સાથે મંગળ બીજા ભાવમાં બિરાજમાન છે. આવામાં ધનશક્તિ યોગ આવકના નવા સ્ત્રોત ખોલી શકે છે. નવો બિઝનેસ આ સમયગાળામાં શરૂ કરવાથી સફળતા મળી શકે. ભૌતિક સુખો વધશે. જીવનમાં ચાલતી સમસ્યાઓ દૂર થશે. તણાવ ઘટશે. પૈસા ડૂબી ગયા હશે તે પાછા મળી શકે છે. ગુપ્ત ધન મેળવવાના યોગ છે.
મિથુન રાશિ
આ રાશિમાં શુક્ર અગિયારમાં અને મંગળ ત્રીજા ભાવમાં બિરાજમાન છે. આવામાં શુક્ર મંગળથી બનેલો ધનશક્તિ યોગ મિથુન રાશિવાળા માટે ફળદાયી નિવડી શકે છે. પરિશ્રમનું ફળ મળશે. પરેશાનીઓ દૂર થશે. સૂર્યની રાશિમાં મંગળ અને શુક્ર મંગળની રાશિમાં બિરાજમાન છે. શુક્ર 12માં ભાવના સ્વામી થઈને લાભના ભાવમાં ગોચર કરી રહ્યા છે અને પાંચમા ભાવ પર દ્રષ્ટિ નાખે છે. આવામાં આ રાશિના જાતકોની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. વિદેશથી તમને સારો એવો લાભ મળી શકે છે. વિદેશમાં નોકરી કરવાનું સપનું પણ પૂરું થઈ શકે છે. આ સાથે જ શુક્રની દ્રષ્ટિ પંચમ ભાવ પર છે જેને સંતાનનો ભાવ કહે છે. આવામાં આ રાશિના જાતકોને સંતાન સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મળે છે. મંગળ મહત્વકાંક્ષાઓ જૂનૂન વધારસે જેના લીધે આકરી મહેનત કરી શકો છો. નવી નોકરી શોધતા જાતકોને સફળતા મળી શકે છે, પદોન્નતિ સાથે પગાર વધી શકે છે. શેર માર્કેટથી સારો એવો ફાયદો થઈ શકે છે. શત્રુઓ પર વિજય મળશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos