દેશના 80% મધ્યમ વર્ગ પર એક મોટા ખતરાનો સંકેત! જો આ કામ શરૂ નહીં કરે તો બની જશે કંગાળ

મધ્યમ વર્ગનો માણસ નોકરી છોડ્યા પછી કે નિવૃત્તિ પછી હંમેશા પોતાના ખર્ચાઓની ચિંતા કરતો રહે છે. તે પોતાના વૃદ્ધાવસ્થા અને બાળકોના ભવિષ્ય માટે પણ બચત કરે છે અને કેટલાક પૈસા રોકાણ પણ કરે છે. પરંતુ હવે આવા મધ્યમ વર્ગના લોકો નિવૃત્તિ પછી પોતાની બચત ગુમાવવાનો ભય અનુભવી રહ્યા છે.

મધ્યમ વર્ગ પર આ મોટો ખતરો મંડરાઈ રહ્યો છે

1/6
image

શ્રીમંત અને ગરીબ વચ્ચે આવતા લોકોને મધ્યમ વર્ગ કહેવામાં આવે છે. આવા લોકો નોકરી કરતા હોય છે અને તેમના પગારમાંથી તેમનો બધો ખર્ચ ઉઠાવે છે. અને તેઓ પરિવારની જવાબદારીઓ પણ પૂર્ણ કરે છે. સરકારની નીતિ આ મધ્યમ વર્ગ પર સૌથી વધુ અસર કરી શકે છે. મધ્યમ વર્ગનો માણસ નોકરી છોડ્યા પછી અથવા નિવૃત્તિ પછી હંમેશા પોતાના ખર્ચાઓ વિશે ચિંતિત રહે છે. તે પોતાના વૃદ્ધાવસ્થા અને પોતાના બાળકોના ભવિષ્ય માટે કંઈક બચત અને રોકાણ પણ કરે છે. પરંતુ, હવે આવા મધ્યમ વર્ગને નિવૃત્તિ પછી પોતાની બચત ગુમાવવાનો ભય છે. એક સર્વેમાં આ વાત સામે આવી છે.

દર 5 માંથી 4 ભારતીય ગરીબ બની શકે છે

2/6
image

સંપત્તિ સલાહકાર મોહિત બેરીવાલાએ ' 'LinkedIn'' સાઇટ પર આ સર્વે રિપોર્ટ શેર કર્યો છે અને ચેતવણી આપી છે કે ભારતમાં 80% થી વધુ લોકોને નિવૃત્તિ પછી નાણાકીય સંકટનો સામનો કરવો પડી શકે છે. મધ્યમ વર્ગ સૌથી મોટા ખતરામાં છે. સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે આવક બંધ થયા પછી દર 5 માંથી 4 ભારતીયો નાદાર થઈ શકે છે.

બેરીવાલાએ શું ચેતવણી આપી?

3/6
image

વેલ્થ એડવાઇઝર મોહિત બેરીવાલાએ પોતાની પોસ્ટમાં કહ્યુ- આપણે ભવિષ્યની સમસ્યાની વાત કરી રહ્યાં નથી. આ પહેલાથી અહીં છે. તે એટલા માટે નથી કે તમે કેટલી કમાણી કરો છો. આ વાત તે વિશે છે કે કમાણી બંધ થયા બાદ તમારા પૈસા કેટલો સમય ચાલે છે.

બેકઅપ વગર નિવૃત્તિ લેવી બની શકે છે માથાનો દુખાવો

4/6
image

બેરીવાલા આગળ કહે છે કે પ્લાનિંગ વગર નિવૃત્તિ લેવી હકીકતમાં માથાના દુખાવા સમાન છે. નિવૃત્તિ બાદ જીવન આરામથી નહીં, પરંતુ સમજુતી ભરેલું હોઈ શકે છે. બેરીવાલા કહે છે કે નિવૃત્તિ આવી રહી છે, ભલે તમે તે માટે પ્લાનિંગ કરો કે ન કરો. તમારે ધનવાન બનવા માટે કોઈ લોટરીની જરૂર નથી. તમારે તમારા ભવિષ્યને લઈને કમિટમેન્ટની જરૂર છે. સીધો મતલબ છે કે તમારે આજથી નિવૃત્તિ માટે બચત અને રોકાણ શરૂ કરી દેવું જોઈએ.  

સંકટથી બચાવશે 15 ટકાનો નિયમ

5/6
image

વેલ્થ એડવાઇઝર બેરીવાલાએ નિવૃત્તિ બાદ આવનાર નાણાકીય સંકટથી બચવા માટે અને તેનો સામનો કરવા 15 ટકા રૂલને અપનાવવાની સલાહ આપી છે. તેનો મતલબ છે કે તમારે ગ્રોસ મંથલી આવકના 15 ટકા માત્ર નિવૃત્તિ માટે બચાવવાના છે. આ પૈસાનો ઉપયોગ તમે હરવા-ફરવા, ખરીદી કે લગ્ન વગેરેમાં ઉપયોગ ન કરી શકો.

આ સ્કીમ આવશે કામ

6/6
image

બેરીવાલાએ નિવૃત્તિ જીવનને નાણાકીય રીતે સુરક્ષિત કરવા માટે ઈન્વેસ્ટમેન્ટના ત્રણ વિકલ્પ આપ્યા છે. પ્રથમ- લોન્ગ ટર્મ ગેન અને રિટર્ન માટે ઈક્વિટી મ્યૂચુઅલ ફંડમાં રોકાણ. બીજુ- સિક્યોરિટી માટે પ્રોવિડેન્ડ ફંડ, ત્રીજુ ટેક્સ બચાવવા માટે કોર્પોરેટ NPS.