SIPથી પણ જબરદસ્ત છે આ પ્લાન, એક વખત રૂપિયા લગાવો અને દર મહિને કરો કમાણી!

Systematic Withdrawal Plan: તમે જે પણ રોકાણ કરો છો તે તમને દર મહિને નિયમિત આવક આપે તો કેવું રહેશે? જી હા... મ્યુચ્યુઅલ ફંડમાં તમારા રોકાણમાંથી નિયમિત આવક (માસિક આવક) પણ મેળવી શકો છો. આ માટે તમારે સિસ્ટેમેટિક વિડ્રોલ પ્લાન (SWP)માં રોકાણ કરવું પડશે. પરંતુ આ SWP શું છે? આ તમને નિયમિત આવક કેવી રીતે આપશે? અને SWP કરવું ક્યારે ફાયદાકારક છે? શું આ SIP કરતાં વધુ સારી યોજના છે? અમે તમને આવા જ કેટલાક સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે.

શું છે Systematic Withdrawal Plan (SWP)?

1/11
image

સિસ્ટેમેટિક વિડ્રોલ પ્લાન (SWP) એક પ્રકારની સુવિધા છે. આ દ્વારા રોકાણકારોને એક નિશ્ચિત રકમ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાંથી પરત મળે છે. કેટલા સમયમાં કેટલા રૂપિયા ઉપાડવા તે રોકાણકારો પોતે જ પસંદ કરે છે. તેઓ માસિક કે ત્રિમાસિક ધોરણે આ કામ કરી શકે છે. જો કે, માસિક વિકલ્પ (નિયમિત માસિક આવક) વધુ લોકપ્રિય છે. જો રોકાણકાર ઈચ્છે તો તે માત્ર અમુક રકમ જ ઉપાડી શકે છે અથવા તે રોકાણ પર કેપિટલ ગેન્સ પણ ઉપાડી શકે છે.  

કેવી રીતે શરૂ કરવું SWP?

2/11
image

SWPની શરૂઆત કોઈપણ સમયે કરી શકાય છે. પ્રથમ રોકાણ કરતા જ આ શરૂ કરી શકાય છે. જો કોઈપણ સ્કીમમાં રોકાણ કરી રહ્યા હોવ તો તમે તેમાં SWP વિકલ્પ એક્ટિવેટ કરી શકો છો. નિયમિત રોકડ પ્રવાહની જરૂરિયાત હોય ત્યારે તે કોઈપણ સમયે શરૂ કરી શકાય છે. SWP એક્ટિવેટ કરવા માટે તમારેફોલિયો નંબર, વિડ્રોલની ફ્રીક્વેંસી, પ્રથમ ઉપાડની તારીખ, રૂપિયા મેળવવા માંગતા બેન્ક એકાઉન્ટને વિગતો આપીને AMCમાં ઈન્સ્ટ્રક્શન સ્લિપ ભરવાની રહેશે.

કેવી રીતે કામ કરે છે SWP?

3/11
image

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનની જેમ જ સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન (SWP) કામ કરે છે. રોકાણકારો માટે સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન 'રામબાણ' છે. આમાં તમે તમારા રૂપિયા નિયમિત અંતરાલ પર ઉપાડી શકો છો. આમા રોકાણકારોની પાસે કેશ ફ્લો બન્યો રહે છે અને લાંબા ગાળાના રોકાણોને ઉપાડવાની રાહ જોવી પડતી નથી. કોઈ લૉક-ઇન પિરિયડની ઝંઝટ નથી રહેતી.

દર મહિને થાય છે રેગ્યુલર ઈનકમ

4/11
image

SWP દ્વારા નિયમિત સમયાંતરે નાણાં ઉપાડી શકાય છે. આમાં, માસિક, ત્રિમાસિક અને વાર્ષિક ધોરણે તમે નક્કી કરી શકો છો કે રૂપિયા ક્યારે જોઈએ છીએ. NAVના આધારે દર મહિને રૂપિયા ઉપાડવાનો વિકલ્પ મળે છે. આ રૂપિયાને ફરીથી MFમાં રોકાણ કરી શકાય છે અથવા ખર્ચ કરી શકો છો. SWP ખાસ વરિષ્ઠ નાગરિકો માટે બનાવવામાં આવ્યો છે. વરિષ્ઠ નાગરિકોને તેનાથી વધુ ફાયદો થાય છે. તેમને ઈનકમ પર ઓછો ટેક્સ ચૂકવવો પડે છે.

SWP: આ માહિતી છે જરૂરી

5/11
image

તમે કયા ફંડમાંથી SWP ચલાવવા માંગો છો? કેટલી રકમની SWP જોઈએ છે? તમે કેટલા સમય સુધી SWP ચલાવવા માંગો છો? મહિનાની નિર્ધારિત તારીખનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

SWP: પહેલા શું જાણવું?

6/11
image

જો તમારું રોકાણ ડેટ ફંડમાં છે. તમને 8% વળતર મળી રહ્યું છે. વાર્ષિક 10% ઉપાડો છો તો આવી સ્થિતિમાં તમે તમારી મૂડી ખર્ચ કરી રહ્યા છો. તેનાથી તમારી રોકાણ કરેલી મૂડી ઘટી શકે છે. 5 વર્ષમાં જેટલી રકમની જરૂરક છે, એટલી જ રકમને ડેટ ફંડમાં રોકાણ કરો. હાઇબ્રિડ ફંડમાં વધારાની રકમનું રોકાણ કરો.

દર મહિને ખાતામાં આવશે રૂપિયા?

7/11
image

તમારે તમારા SWP ની રકમ/તારીખ/અવધિનો ઉલ્લેખ કરવાની જરૂર છે. દર મહિને તમારા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. આ રૂપિયા તમારા ફંડમાંથી યુનિટ વેચવાથી આવે છે. જો ફંડમાં નાણાં સમાપ્ત થઈ જશે, તો SWP બંધ થઈ જશે.

SIP કરતાં સ્કીમ કેવી રીતે મજબૂત છે?

8/11
image

SIPમાં દર મહિને એક નિશ્ચિત રકમ તમારા ખાતામાંથી કાપવામાં આવે છે. ખાતામાંથી કાપવામાં આવેલી રકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે જાય છે. SWP માં નક્કી કરેલી રકમ તમારા બેન્ક ખાતામાં આવે છે. SWPની રકમ મ્યુચ્યુઅલ ફંડ યુનિટના વેચાણમાંથી આવે છે.

Systematic withdrawal plan: કઈ સાવચેતીઓ જરૂરી છે

9/11
image

SWP ક્યારેય પણ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ સાથે ચલાવશો નહીં. જ્યારે બજાર ઘટે છે, ત્યારે તમારા ભંડોળને અસર થાય છે. નિર્ધારિત રકમને માટે વધુ એકમો વેચવા પડશે. આમ કરવાથી પોર્ટફોલિયો ખૂબ જ ઝડપથી ખતમ થઈ જશે. SWP માટે ડેટ/લિક્વિડ ફંડ વધુ સારો વિકલ્પ છે.

બીજા કયા-કયા ફાયદા મળે છે?

10/11
image

રોકાણકારો તેમની જરૂરિયાત મુજબ રકમ પસંદ કરી શકે છે. બજારમાં રોકાણ કરતાથી સારું રિટર્નની ઉમ્મીદ. મોંઘવારીને હરાવવા માટે સારો વિકલ્પ છે. બજારની વધઘટનો સામનો કરી શકે છે.  

SWP: કેટલો ટેક્સ લાગશે?

11/11
image

ઇક્વિટીમાં 1 વર્ષથી ઓછા સમય માટે  STCG ચાર્જ લાગે છે. ડેટમાં 3 વર્ષથી ઓછા પર STCG. ઈક્વિટીમાં 1 લાખથી વધારે નફા હોય તો ટેક્સ લાગશે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના રિડેમ્પશન પર ટેક્સ વસૂલવામાં આવશે. SWP કરતી વખતે તમારે ટેક્સ જવાબદારીનું ધ્યાન રાખવું પડશે. દરેક વિડ્રોલને રિડેમ્પશન ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે આના પર કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે. કેપિટલ ગેઇન્સ પર નિર્ધારિત ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગે છે.