અડધું ભારત નથી જાણતું કે દરે 5 વર્ષમાં રૂપિયા ડબલ કરી શકે છે SIP! વિશ્વાસ ન આવે તો જોઈ લો 5, 10, 15, 20 અને 25 વર્ષનું રિટર્ન

SIP Return: SIP એક એવી સ્કીમ છે જે આજે મોટાભાગના રોકાણકારોના પોર્ટફોલિયોનો એક ભાગ છે. લોન્ગ ટર્મમાં આ સ્કીમ જબરદસ્ત ભંડોળ એકત્ર કરવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે ફાઈનેન્શિયલ એક્સપર્ટ કહે છે કે, તમે જેટલા લાંબા સમય સુધી SIP ચાલુ રાખશો, તેટલું સારું વળતર તમને મળી શકે છે. SIP કેલ્ક્યુલેટર મુજબ SIP દ્વારા તમારી રકમ દર 5 વર્ષે બમણી થઈ શકે છે. આ વાત મોટાભાગના લોકો કદાચ જાણતા નહીં હોય. અહીં તમે રૂ. 5000ની માસિક SIP પર 5, 10, 15, 20 અને 25 વર્ષના રિટર્ન જોઈને સમજી શકો છો.

5 વર્ષની SIPનું રિટર્ન

1/6
image

જો તમે 5 વર્ષ માટે 5,000 રૂપિયાની માસિક SIP ચાલુ રાખો છો, તો તમે 3,00,000 રૂપિયાનું રોકાણ કરશો. 12% સરેરાશ રિટર્નના હિસાબથી રૂ. 1,05,518 વ્યાજ તરીકે મળશે અને તમને કુલ રૂ. 4,05,518 મળશે.

10 વર્ષની SIPનું રિટર્ન

2/6
image

જો તમે 5 વર્ષને બદલે 10 વર્ષ માટે 5000 રૂપિયાની માસિક SIP ચાલુ રાખો છો, તો તમે 6,00,000 રૂપિયાનું રોકાણ કરશો. 12% સરેરાશ રિટર્નના હિસાબથી તમને વ્યાજ તરીકે 5,20,179 રૂપિયા મળશે અને તમને કુલ 11,20,179 રૂપિયા મળશે. 4,05,518 રૂપિયાની સરખામણીમાં 11,20,179 રૂપિયા બમણાથી વધુ છે.

15 વર્ષની SIPનું રિટર્ન

3/6
image

જો તમે 5,000 રૂપિયાની માસિક SIP ને બીજા 5 વર્ષ માટે લંબાવશો અને તેને 15 વર્ષ સુધી ચાલુ રાખશો, તો તમે 9,00,000 રૂપિયાનું રોકાણ કરશો. 12% રિટર્નના હિસાબથી તમને વ્યાજ તરીકે 14,79,657 રૂપિયા મળશે અને તમને કુલ 23,79,657 રૂપિયા મળશે. 23,79,657 રૂપિયા 11,20,179રૂપિયાની રકમ કરતાં લગભગ બમણા છે.

20 વર્ષની SIPનું રિટર્ન

4/6
image

જો તમે 5,000 રૂપિયાની માસિક SIPને બીજા 5 વર્ષ માટે લંબાવશો અને તેને 20 વર્ષ સુધી ચાલુ રાખશો, તો તમે 12,00,000 રૂપિયાનું રોકાણ કરશો. 12% રિટર્નના હિસાબથી તમને વ્યાજ તરીકે 33,99,287 રૂપિયા મળશે અને તમને કુલ 45,99,287 રૂપિયા એટલે કે લગભગ 46 લાખ રૂપિયા મળશે. 23,79,657 રૂપિયાની સરખામણીમાં 46 લાખ રૂપિયા લગભગ બમણા છે.

25 વર્ષની SIPનું રિટર્ન

5/6
image

જો તમે 25 વર્ષ સુધી SIP ચાલુ રાખો છો. તો 25 વર્ષમાં તમારું કુલ રોકાણ 15,00,000 રૂપિયા થશે. 12 ટકાના હિસાબથી આના પર 70,11,033 રૂપિયા વ્યાજ મળશે. આ રીતે 25 વર્ષમાં તમારી પાસે કુલ 85,11,033 રૂપિયા જમા થશે. 45,99,287ની સરખામણીમાં 85,11,033 લાખ સંપૂર્ણપણે બમણા નથી પણ બમણા થવાની ખૂબ નજીક છે. આ રીતે દર 5 વર્ષે તમારી SIP લગભગ બમણી થઈ રહી છે. 

6/6
image

(Disclaimer: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.)