ચોંકાવી દેશે! જ્યારે ખબર પડશે SIPનો સીક્રેટ! રોકેટની સ્પીડે બમણા થાય છે રૂપિયા
SIP Return: SIP એક એવી સ્કીમ છે જે આજના સમયમાં મોટાભાગના લોકોના પોર્ટફોલિયોમાં શામેલ છે. મ્યુચ્યુઅલ ફંડની આ સ્કીમ નાની બચતમાંથી મોટું ફંડ બનાવવાની ક્ષમતા ધરાવે છે. લોન્ગ ટર્મમાં SIP દ્વારા કરોડો રૂપિયાનું ફંડ બનાવી શકાય છે. પરંતુ SIP સાથે જોડાયેલ એક એવુ સીક્રેટ છે, જે મોટા-મોટા નિષ્ણાતો પણ જાણતા નથી અથવા કદાચ તેઓએ તેના પર ધ્યાન આપ્યું નથી. આ સીક્રેટ છે 5નો નિયમ. અહીં 5નો અર્થ 5 વર્ષ છે. જો તમે ધ્યાન આપો, તો તમે જોશો કે દર 5 વર્ષે તમારી SIP રોકેટ ગતિએ ચાલે છે. તેની રકમ લગભગ બમણી થઈ જાય છે. જો વળતર ખૂબ સારું હોય, તો તે ત્રણ ગણું અથવા ચાર ગણું પણ થઈ શકે છે. આનો અર્થ એ છે કે દર 5 વર્ષે તમારી SIPના રિટર્નમાં 'ગેમ ચેન્જર' સાબિત થઈ શકે છે. અહીં, 5,000 રૂપિયાની માસિક SIP પર 12% વળતરના આધારે 5, 10, 15, 20 અને 25 વર્ષની ગણતરી જુઓ.
5 વર્ષની SIPનું રિટર્ન
જો તમે 5 વર્ષ માટે 5,000 રૂપિયાની માસિક SIP ચાલુ રાખો છો, તો તમે 3,00,000 રૂપિયાનું રોકાણ કરશો. 12% ના સરેરાશ રિટર્નના હિસાબે તમને 1,05,518 રૂપિયા વ્યાજ તરીકે મળશે અને તમે કુલ 4,05,518 રૂપિયા એકઠા કરી લેશો.
10 વર્ષની SIPનું રિટર્ન
જો તમે 5,000 રૂપિયાની માસિક SIPને 5 વર્ષના બદલે 10 વર્ષ સુધી ચાલુ રાખો છો, તો તમે 6,00,000 રૂપિયાનું રોકાણ કરશો. 12%ના રિટર્નના હિસાબે તમને 5,20,179 રૂપિયા વ્યાજ તરીકે મળશે અને તમને કુલ 11,20,179 રૂપિયા મળશે. 4,05,518ની સરખામણીમાં 11,20,179 રૂપિયા બમણાથી પણ વધુ છે.
15 વર્ષની SIPનું રિટર્ન
જો તમે 5,000 રૂપિયાની માસિક SIPને 5 વર્ષ માટે લંબાવશો અને તેને 15 વર્ષ સુધી ચાલુ રાખશો, તો તમે 9,00,000 રૂપિયાનું રોકાણ કરશો. 12% રિટર્નના દરે તમને વ્યાજ તરીકે 14,79,657 રૂપિયા મળશે અને તમને કુલ 23,79,657 રૂપિયા મળશે. 23,79,657 રૂપિયા 11,20,179 રૂપિયાની રકમ કરતાં લગભગ બમણા છે.
20 વર્ષની SIPનું રિટર્ન
જો તમે 5,000 રૂપિયાની માસિક SIPને 5 વર્ષ માટે વધુ લંબાવશો અને તેને 20 વર્ષ સુધી ચાલુ રાખશો, તો તમે 12,00,000 રૂપિયાનું રોકાણ કરશો. 12% રિટર્નના દરે તમને વ્યાજ તરીકે 33,99,287 રૂપિયા મળશે અને તમને કુલ 45,99,287 રૂપિયા એટલે કે લગભગ 46 લાખ રૂપિયા મળશે. 46 લાખ રૂપિયા 23,79,657 રૂપિયાની સરખામણીમાં લગભગ બમણા છે.
25 વર્ષની SIPનું રિટર્ન
જો તમે SIPને 25 વર્ષ સુધી ચાલુ રાખો છો. તો 25 વર્ષમાં તમારું કુલ રોકાણ 15,00,000 રૂપિયા થશે. 12 ટકાના દરે તમને 70,11,033 રૂપિયા વ્યાજ મળશે. આ રીતે 25 વર્ષમાં તમારી પાસે કુલ 85,11,033 રૂપિયા થશે. 45,99,287 રૂપિયાની સરખામણીમાં 85,11,033 રૂપિયા સંપૂર્ણપણે બમણા નથી, પરંતુ તે બમણા થવાની ખૂબ નજીક છે. આ રીતે દર 5 વર્ષે તમારી SIP લગભગ બમણાની આસપાસ પહોંચી રહી છે.
આ ધ્યાનમાં રાખો
SIPને માર્કેટ લિંક્ડ સ્કીમ ગણવામાં આવે છે, તેનું રિટર્ન પણ બજાર પર આધારિત હોય છે. આવી સ્થિતિમાં રિટર્નની ખાતરી આપવામાં આવતી નથી. તેમાં વધઘટ હોય શકે છે. અહીં ગણતરી સરેરાશ 12 ટકાના રિટર્નના આધારે કરવામાં આવી છે. જો વળતર ઓછું કે વધુ હોય તો ગણતરી પણ બદલાઈ શકે છે.
(Disclaimer: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા, તમારું પોતાનું સંશોધન કરો અથવા તમારા સલાહકારની સલાહ લો.)
Trending Photos