અંબાલાલના આ ભવિષ્યવાણી સાચી પડી! ગુજરાતના વાતાવરણમાં પલટો; આ જિલ્લામાં રસ્તા ભીના, ચારેબાજુ ગાઢ ધુમ્મસ-ઝાકળ!
Rajkot HeavyRains: ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીનું મોજું ફરી વળ્યું છે, તેમ છતાં દેશના અનેક રાજ્યોમાં વાવાઝોડું અને વરસા હંકાવી રહ્યો છે. આજે ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રની મધ્યે આવેલા રાજકોટમાં આજે ગાઢ ધુમ્મસ અને ઝાકળ છવાયું હતું અને બે તીવ્ર મૌસમનો અનુભવ થયો હતો. સવારે 6.30થી 9 વાગ્યા સુધી 100 મીટર દૂરની વસ્તુ પણ ન દેખાય એટલી વિઝીબિલીટી નીચે ઉતરી જવા સાથે ઝાકળવર્ષા થતા એક તરફ આહલાદક હવામાન સાથે વાહન વ્યવહારને પ્રતિકૂળ અસર પહોંચી હતી.
ઉપલેટા અને ધોરાજીમાં ડબ્બલ ઋતુ જોવા મળી
રાજકોટ જિલ્લામાં ધુમ્મસ અને ઝાકળ જોવા મળતા ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજીમાં આજે સવારથી ધુમ્મસ અને ઝાકળ જોવા મળી રહ્યું છે. ગાઢ ધુમ્મસ અને ઝાકળને પગલે વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ડબ્બલ ઋતુ તેમજ ધુમ્મસ અને ઝાકળને પગલે તલ, બાજરો, મગફળી, અળદ, મગના પાકને નુકસાન થવાની ભીતિ છે. ઉપલેટા અને ધોરાજીમાં ડબ્બલ ઋતુ જોવા મળી રહી છે. એક બાજુ તડકો તો બીજી બાજુ ઠંડી સાથે ધુમ્મસ જોવા મળી છે.
બીજી બાજુ હવામાન વિભાગે જાહેર કરેલા નક્શા પ્રમાણે આગામી ચોમાસામાં ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 59 ટકા જેટલી એવી શક્યતા છે કે આ વર્ષે દેશના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થશે.
વિભાગના જણાવ્યા અનુસાર મે અને જૂનમાં ગરમીનું મોજું ચાલુ રહેશે. તે જ સમયે, અલ નીનોની કોઈ શક્યતા નથી. હાલમાં ગરમીનું મોજુ ચાલુ રહેશે જેના કારણે વીજળી અને પાણીની માંગમાં વધારો થશે. ભારતમાં 52 ટકા કૃષિ ક્ષેત્ર ચોમાસા પર નિર્ભર છે. આવી સ્થિતિમાં ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે. અલ નીનોના કારણે સમુદ્રનું તાપમાન 3-4 ડિગ્રી વધે છે. જેના કારણે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વધુ વરસાદ અને વધુ વરસાદવાળા વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે. અલ નીનોની અસરને કારણે ભારતમાં ચોમાસું નબળું રહ્યું છે
Trending Photos