સુનીલ નારાયણ કેટલી મેચો માટે બહાર ? KKRના સ્ટાર ઓલરાઉન્ડરની હેલ્થ અંગે મોટું અપડેટ
IPL 2025 : સુનીલ નારાયણ રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં KKR તરફથી રમતો જોવા મળ્યો નહોતો. સ્ટાર ઓલરાઉન્ડરની તબિયત સારી ના હોવાની કેપ્ટન અજિંક્ય રહાણેએ માહિતી શેર કરી છે. ત્યારે આગામી કેટલી મેચોમાં તે નહીં રમે તે અંગે આ લેખમાં જાણીશું.
IPL 2025 : KKRને રાજસ્થાન રોયલ્સ સામે જોરદાર ઝટકો લાગ્યો હતો. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર સુનીલ નારાયણ આ મેચમાંથી બહાર થઈ ગયો હતો. નરેન ખરાબ તબિયતના કારણે આ મેચ રમી શક્યો ન હતો. કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ વખતે આ માહિતી આપી હતી.
સુનીલ નારાયણની જગ્યાએ મોઈન અલીનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરાયો હતો. આગામી મેચમાં આ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે.
રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં સુનીલ નારાયણ ન રમવાના કારણે KKRને બહુ નુકસાન થયું નથી. તેની જગ્યાએ રમવા આવેલા મોઈન અલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઓવરમાં માત્ર 23 રન આપીને બે વિકેટ ઝડપી હતી.
તમને જણાવી દઈએ કે ટીમ મેનેજમેન્ટ દ્વારા નારાયણને આરામ આપવામાં આવ્યો હતો. આરસીબી સામેની મેચ બાદ તેની તબિયત લથડી હતી. 36 વર્ષીય ખેલાડી રમવાની સ્થિતિમાં નહોતો.
KKR હવે IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સ સામે તેની આગામી મેચ રમવા જઈ રહ્યું છે. જે 31 માર્ચ સોમવારના રોજ રમાશે. મુંબઈ સ્થિત વાનખેડે સ્ટેડિયમ આ મેચ રમાશે. સુનીલ નારાયણ આ મેચમાં વાપસી કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર હવે તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. આ ખેલાડી આગામી મેચ પહેલા સંપૂર્ણ રીતે ફિટ થઈ જાય તેવી શક્યતા છે.
ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો આરસીબી સામે થયો હતો. આ મેચમાં સુનીલ નારાયણ ઇનિંગની શરૂઆત કરવા આવ્યો હતો. તેણે વિસ્ફોટક બેટિંગ કરી હતી અને 26 બોલમાં 44 રનની તોફાની ઇનિંગ રમી હતી.
Trending Photos