એક સાથે બનશે અત્યંત શક્તિશાળી 2 રાજયોગ, 3 રાશિવાળાને લોટરી લાગશે, બંપર ધનલાભ સાથે કરિયરમાં જબરદસ્ત પ્રગતિ થશે!
ગ્રહોના રાજા સૂર્ય 14 માર્ચના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે. અને શુક્ર સાથે શુક્રાદિત્ય અને બુધ સાથે બુધાદિત્ય રાજયોગ બનાવશે. જેનાથી 3 રાશિવાળાને બંપર લાભ થઈ શકે છે.
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. જેની અસર 12 રાશિઓની સાથે સાથે દેશ દુનિયામાં જોવા મળ છે. આવાાં સૂર્યની કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ રહે છે જેનાથી અનેક શુભ યોગોનું નિર્માણ થાય છે. હોળીના દિવસે એટલે કે 14 માર્ચના રોજ સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ શુક્ર અને બુધ બિરાજમાન છે. આવામાં આ રાશિમાં સૂર્ય-બુધ મળીને બુધાદિત્ય અને સૂર્ય શુક્રની યુતિથી શુક્રાદિત્ય રાજયોગ બનશે. માર્ચ મહિનામાં આ ડબલ રાજયોગનું નિર્માણ થવાથી તમામ રાશિના જાતકો પર અસર થઈ શકે છે. પરંતુ 3 રાશિવાળાનું તો ભાગ્ય ચમકી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોમાં બુધ-સૂર્ય અને શુક્ર-સૂર્યની યુતિ અગિયારમાં ભાવમાં થઈ રહી છે. આવામાં આ રાશિના જાતકોને કરિયરમાં ખુબ લાભ થઈ શકે છે. આ સાથે જ આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. કરિયરની વાત કરીએ તો ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધ સ્થાપિત થઈ શકે છે. કરિયરમાં ખુબ પ્રગતિના યોગ છે. વેપારમાં તમારા દ્વારા બનાવવામાં આવેલી રણનીતિ લાભકારી સિદ્ધ થઈ શકે છે. તમે ખુબ નફો કમાઈ શકો છો. આર્થિક સ્થિતિ સારી રહેશે. જો કે ખર્ચા સમજી વિચારીને કરશો તો સારું રહેશે. આવામાં તમે બચત પણ કરી શકશો. દાંપત્ય જીવન અને લવ લાઈફ સારી રહેશે. સંબંધોમાં મિઠાશ રહેશે. બૌદ્ધિક ક્ષમતામાં ઝડપથી સુધારો થશે. જેનાથી દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવી શકો છો. લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીમાં ધ્યાન રાખશો તો સ્વાસ્થ્ય સારું રહેશે.
મિથુન રાશિ
મિથુન રાશિમાં બુધાદિત્ય રાજયોગ અને શુક્રાદિત્ય રાજયોગ દસમાં ભાવમાં બની રહ્યો છે. આવામાં આ રાશિના જાતકો માટે માર્ચ મહિનો અનુકૂળ રહેશે. નોકરીમાં અનેક નવી તકો મળી શકે છે. તમારા કામથી ઉચ્ચ અધિકારીઓ ખુશ થઈ પ્રશંસા કરી શકે છે. આવામાં તમને લાભ પણ થઈ શકે છે. વેપારીઓને ખુબ નફો થઈ શકે છે. અનેક નવી તકો મળી શકે છે. પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે. આવકના નવા નવા સ્ત્રોત ખુલશે. પાર્ટનર સાથે ઈમાનદારીથી જીવશો. સંબધોમાં મિઠાશ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો પણ આ ડબલ રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. આ શક્તિશાળી રાજયોગોનું નિર્માણ આ રાશિમાં નવમાં ભાવમાં થઈ રહ્યું છે. આવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. તમારા દ્વારા થઈ રહેલા કાર્યોમાં સફળતા મળી શકે છે. આધ્યાત્મ પ્રત્યે ઝૂકાવ વધશે. કામમાં તમે વધુ સમય આપશો જેનાથી ખુબ સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ સારા થશે જેનો લાભ થઈ શકે છે. ધનના મામલે પણ ખુબ લાભ થઈ શકે છે. જીવનસાથી સાથે ચાલતી સમસ્યાઓનો અંત આવી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos