Sun Transit 2025: ઓગસ્ટ મહિનામાં સૂર્ય 3 વખત બદલશે ચાલ, 4 રાશિના લોકોનું ભાગ્ય પલટી મારશે, અચાનક થશે મોટો ધન લાભ
Sun Transit 2025: ઓગસ્ટ મહિનામાં મહત્વપૂર્ણ ગ્રહ ગોચર થશે. જેમાંથી ગ્રહોના રાજા સૂર્યનું ગોચર સૌથી વધારે મહત્વપૂર્ણ રહેશે. ઓગસ્ટ મહિનામાં સૂર્ય 3 વખત પોતાની સ્થિતિ બદલશે જેની અસર દરેકના જીવન પર જોવા મળશે.
સૂર્ય ગોચર 2025
વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. આ રીતે સૂર્ય 1 વર્ષમાં 12 રાશિઓનું ચક્ર પૂર્ણ કરે છે. આ સમય દરમિયાન સૂર્ય નક્ષત્ર પણ બદલે છે. ઓગસ્ટમાં સૂર્યની સ્થિતિમાં 3 વખત આવા પરિવર્તન જોવા મળશે.
ઓગસ્ટ 2025
3 ઓગસ્ટ એ સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં ગોચર કરશે. ત્યારબાદ 17 ઓગસ્ટે સૂર્ય સિંહ રાશિમાં આવશે. ત્યારબાદ 30 ઓગસ્ટ ના રોજ સૂર્ય પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ રીતે સૂર્યની સ્થિતિમાં 3 વખત ફેરફાર થશે. જેના કારણે 4 રાશિના લોકો માલામાલ થશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે સૂર્યનું ગોચર માન-પ્રતિષ્ઠા, ધન, સંપત્તિ અને ઊંચુ પદ દેનાર સાબિત થશે. વર્કપ્લેસમાં સ્થિતિ મજબૂત થશે. આર્થિક લાભ થશે. વાણી પર સંયમ રાખવો.
સિંહ રાશિ
સિંહ રાશિનો સ્વામી સૂર્ય ગ્રહ છે. સૂર્ય 3 વખત પોતાની ચાલ બદલશે જેનાથી સિંહ રાશિને પણ લાભ થશે. મોટું સંકટ આવતા આવતા ટળી જશે, આત્મવિશ્વાસ વધશે. સ્વાસ્થ્ય પણ સુધરશે. સમાજમાં લોકપ્રિયતા વધશે.
તુલા રાશિ
તુલા રાશિવાળાની આવક સૂર્ય વધારી શકે છે. બેંક બેલેન્સ વધશે. રોકાણથી લાભ થવાના યોગ છે. લવ લાઈફ સારી થશે. આવકના નવા સોર્સ ઊભા થશે. શેર માર્કેટ, સટ્ટા, લોટરીથી લાભ થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોને પણ સૂર્ય સમસ્યાથી રાહત અપાવશે. કરિયરમાં સ્થિતિ મજબૂત થશે. વેપારીઓનો વેપાર સારો ચાલશે. વિરોધીઓ પરાસ્ત થશે.
Trending Photos