100 વર્ષ બાદ સૂર્ય-કેતુનું એક સાથે નક્ષત્ર પરિવર્તન, આ રાશિવાળાનું આજથી નસીબ જાગશે, આકસ્મિક ધનલાભથી જલસા કરશો!
જુલાઈમાં એક જ દિવસે કેતુ અને સૂર્યએ નક્ષત્ર પરિવર્તન કર્યું છે. આ નક્ષત્ર પરિવર્તનના કારણે કેટલાક રાશિના જાતકોના જીવનમાં ધરમૂળ ફેરફાર આવી શકે છે....
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને રાશિની સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે જેનો પ્રભાવ માનવ જીવનની સાથે સાથે દેશ દુનિયા પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે ગ્રહોના રાજા સૂર્ય અને છાયા ગ્રહ કેતુ એક જ દિવસે નક્ષત્ર પરિવર્તન કર્યું છે. સૂર્યએ 6 જુલાઈના રોજ પુનર્વસુ નક્ષત્રમાં ગોચર કર્યું જ્યારે કેતુઓ પણ 6 જુલાઈના રોજ પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કર્યું છે. આવામાં આ બંને ગ્રહોના એક સાથે નક્ષત્ર પરિવર્તનથી કેટલાક રાશિવાળાનું ભાગ્ય ખુલી શકે છે. આ રાશિઓને આકસ્મિક ધનલાભની સાથે ભાગ્યોદયની તકો છે. ફસાયેલું ધન પાછું મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે સૂર્ય અને કેતુનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ સાથે જ તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. નોકરીયાતોની આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. કરિયરમાં નવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં સફળતા મળશે. વેપારીઓ માટે આ સમય નફો કમાવવાનો અને નવી યોજનાઓ લાગૂ કરવાનો છે. રોકાણથી લાભ થઈ શકે છે.
કુંભ રાશિ
સૂર્ય અને કેતુનું નક્ષત્ર પરિવર્તન કુંભ રાશિના જાતકો માટે સકારાત્મક સાબિત થઈ શકે છે. આ સમયગાળામાં તમને કામ કાજમાં પ્રગતિ થઈ શકે છે. બેરોજગારોને નોકરી મળી શકે છે. સંબંધોમાં સુધાર અને નવા સંબંધોની શરૂઆત માટે અનુકૂળ સમય રહેશે. બિઝનેસ પાર્ટનરશિપમાં ફાયદો થશે. મેરિડ લાઈફ સારી રહેશે. ફસાયેલું ધન પાછું મળી શકે છે. વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે સૂર્ય અને કેતુનું નક્ષત્ર પરિવર્તન શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. આ સમય કૌટુંબિક જીવનમાં સુખ સામંજસ્ય વધારશે. આ સમય સંપત્તિ ખરીદવા માટે કે વાહન ખરીદવા પણ શુભ છે. જોબ કરનારા લોકોને પ્રમોશન કે નવી જવાબદારી મળી શકે છે. લેખન, મીડિયા કે માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળશે. આ દરમિયાન તમે ધનના સેવિંગમાં સફળ રહેશો. તમારી ઈચ્છાઓ પૂરી થશે. પિતા સાથે સારા સંબંધ રહેશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos