આજથી આ 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, અશુભ ગણાતા યમ સાથે સૂર્યએ બનાવ્યો શક્તિશાળી યોગ, બંપર ધનલાભ, પ્રગતિ થશે!
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવેમ્બર 2021ના રોજ પ્લુટો મકર રાશિમાં પ્રવેશ કરી ગયો હતો. અને હવે 27 માર્ચ 2039 સુધી આ રાશિમાં રહેશે. જ્યારે સૂર્ય શનિની રાશિ કુંભમાં બિરાજમાન છે.
ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. આવામાં કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કે પછી દ્રષ્ટિ, અંશબળ થઈને શુભ અશુભ યોગનું નિર્માણ કરે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ સૂર્ય કુંભ રાશિમાં બિરાજમાન છે. જ્યારે બીજી બાજુ મકર રાશિમાં બિરાજમાન યમ ગ્રહ સાથે અર્ધકેન્દ્ર યોગનું નિર્માણ કરે છે. આજે એટલે કે 8 માર્ચના રોજ સવારે 6.41 વાગે સૂર્ય અને યમ એકબીજાથી 45 ડિગ્રી પર જોવા મળ્યા જેના કારણે અર્ધકેન્દ્ર યોગનું નિર્માણ થયું. સૂર્ય અને યમનો આ શુભ યોગ અનેક રાશિના જાતકોનું ભાગ્ય પલટી શકે છે.
અશુભ ગ્રહ સાથે બનાવ્યો શક્તિશાળી યોગ
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં નવગ્રહને સૌથી ખાસ માનવામાં આવે છે. પરંતુ એક નાનો ગ્રહ એવો છે જેને પ્લુટો કહેવામાં આવે છે. વર્ષ 2006માં નાસાએ આ ગ્રહને સૌથી નાનો હોવાના કારણે સૂર્યમંડળનો હિસ્સો ગણાતા આ ગ્રહને ફગાવી દીધો હતો. જો કે હિન્દુ શાસ્ત્રોમાં હજુ પણ તેનું ખુબ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેને અશુભ ગ્રહોમાંથી એક માનવામાં આવે છે. આ ઉપરાંત જ્યોતિષમાં આ ગ્રહને ભ્રષ્ટાચાર, ફ્રોડ, મૃત્યુ, વિનાશ અને પાપનું પ્રતિક ગણવામાં આવે છે.
મેષ રાશિ
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે સૂર્ય-યમનો અર્ધકેન્દ્ર યોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને આધ્યાત્મ પ્રત્યે વધુ ઝૂકાવ રહેશે. આવામાં ધાર્મિક સ્થળ પર જઈ શકો છો. આ સાથે જ બાળકોની પ્રગતિ જોઈને તમે ખુશ થઈ શકો છો. કરિયરના ક્ષેત્રની વાત કરીએ તો નવી નોકરીની તકો મળી શકે છે. તમે તમારી ઉપલબ્ધિઓથી સંતુષ્ટ જોવા મળી શકો છો. વેપારમાં પણ ખુબ લાભ મળશે. સ્ટોક માર્કેટ, ટ્રેડ સંલગ્ન વેપારમાં ખુબ લાભ મળી શકે છે. તમારા દ્વાર થઈ રહેલી આકરી મહેનતના કારણે મિથુન રાશિના જાતકોને ખુબ લાભ મળી શકે છે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે અર્ધકેન્દ્ર યોગ અનેક ખુશીઓ લઈને આવી શકે છે. તમારા અનેક નવા મિત્રો બની શકે છે. આ સાથે જ તમે તમારું ધ્યાન કામમાં લગાવશો અને તેનાથી સફળતા હાંસલ થઈ શકે છે. નોકરીની શોધ કરી રહેલા જાતકોને સફળતા મળી શકે છે. બેરોજગારોને પણ નોકરી મળી શકે છે. વેપારીઓને શેર માર્કેટ દ્વારા ખુબ લાભ થઈ શકે છે. પરંપરાગત બિઝનેસની સરખામણીમાં વધુ લાભકારી નીવડી શકે છે. આ સાથે આર્થિક સ્થિતિ સારી રહેશે. પૈસાની પણ બચત કરી શકશો.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos