8 વર્ષ બાદ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પરત ફરશે દયાબેન, દિશા વાકાણીની વાપસી પર અસિત મોદીની પ્રતિક્રિયા

Disha Vakani TMKOC : દયાબેન 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પાછા ફરશે કે નહીં તે પ્રશ્ન પર અસિત મોદીએ ફરી એકવાર પ્રતિક્રિયા આપી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, અસિત મોદીએ દયાબેનની વાપસી અંગે શું કહ્યું છે.
 

1/5
image

Disha Vakani TMKOC : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો છેલ્લા 16 વર્ષથી ટીવી પર રાજ કરી રહ્યો છે. લોકોને તેની કહાની અને પાત્રો ખૂબ ગમે છે, તેથી જ લાંબા સમયથી તે TRPમાં ઘણા શો સાથે સ્પર્ધા કરી રહ્યો છે અને તેનું નંબર 1 સ્થાન જાળવી રહ્યો છે. 

2/5
image

જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી આ શોમાં ઘણી ઉથલપાથલ જોવા મળી રહી છે. તેના ઘણા સ્ટાર્સે શો છોડી દીધો હતો. ઘણા સમયથી લોકો શોમાં 'દયાબેન'નું પાત્ર ભજવતી અભિનેત્રી દિશા વાકાણી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. 

3/5
image

હવે ફરી એકવાર શોના પ્રોડ્યુસર અસિત મોદીએ આ દયાબેનની વાપસી પર વાત કરી છે. તેમણે 'દયાબેન'ના પાત્ર અને દિશાના વાપસી વિશે વાત કરી છે.

4/5
image

તાજેતરના ઇન્ટરવ્યુમાં, અસિત મોદીએ કહ્યું, "દિશાએ ખરેખર શો પર એક અમીટ છાપ છોડી છે અને તેને ટીવી પર જોયાને 8 વર્ષ થઈ ગયા છે. તેમ છતાં તેનું પાત્ર દર્શકોના દિલમાં જીવંત છે. જોકે, તેને પાછી લાવવી સરળ નથી. તે માટે સમય અને યોગ્ય સંજોગોની જરૂર છે. હું ખાસ કરીને કહાની કહેવા પર ધ્યાન કેન્દ્રિત કરું છું."

5/5
image

આ પછી, તેમણે સ્પષ્ટતા કરી કે તેમણે હવે આ ભૂમિકા માટે કેટલાક લોકોના નામ શોર્ટલિસ્ટ કર્યા છે, જેમને તેઓ ટૂંક સમયમાં રજૂ કરશે. અસિત મોદીના નિવેદનથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે દિશા 'દયાબેન'ના પાત્રમાં પરત ફરવાની નથી, પરંતુ તેની જગ્યાએ દર્શકોને એક નવી દયાબેન જોવા મળશે.