Shanidev: શનિની સાડાસાતી-ઢૈયાનો આવશે અંત, ભાગ્યના બંધ દરવાજા ખુલશે, ધાર્યું નહીં હોય એટલું મળશે ધન
Shani Gochar Rashifal: દર અઢી વર્ષે શનિ રાશિ બદલે છે. જેના કારણે કેટલીક રાશિઓની સાડાસાતી શરુ થાય અને કેટલીક રાશિઓ સાડાસાતીથી મુક્ત થાય છે. વર્ષ 2025 માં કઈ કઈ રાશિઓ સાડાસાતીથી મુક્ત થશે ચાલો તમને જણાવીએ.
શનિ મીન રાશિમાં ગોચર કરશે
29 માર્ચ 2025 ના રોજ શનિ મીન રાશિમાં ગોચર કરશે. શનિના મીન રાશિમાં પ્રવેશ સાથે જ મેષ રાશિ પર સાડાસાતી શરુ થશે અને અન્ય 2 રાશિઓની ઢૈયા શરુ થશે. સાથે જ 3 રાશિઓને સાડાસાતીના કષ્ટથી રાહત મળી જશે.
સાડાસાતીનો પ્રભાવ
જ્યારે શનિ રાશિ પરિવર્તન કરે છે ત્યારે 3 રાશિ પર સાડાસાતી અને 2 રાશિ પર ઢૈયા શરુ થાય છે. શનિ જે રાશિમાં ગોચર કરે તે રાશિ પર અને તેની આગળની એક અને એક પાછળની રાશિ પર સાડાસાતી શરુ થાય છે.
ઢૈયા ક્યારે લાગે ?
શનિ જે રાશિમાં ગોચર કરે છે તે રાશિથી શનિ જે રાશિના ચોથા અને આઠમા ભાવમાં હોય તે રાશિની ઢૈયા શરુ થાય છે.
આ રાશિઓની પનોતી શરુ થશે
માર્ચ 2025 થી મેષ રાશિ પર શનિની સાડાસાતીનું પહેલું ચરણ, મીન રાશિ પર બીજું ચરણ અને કુંભ રાશિ પર સાડાસાતીનું ત્રીજું ચરણ શરુ થાય છે. જ્યારે સિંહ અને ધન રાશિ પર ઢૈયા રહેશે.
3 રાશિના કષ્ટ દુર થશે
મકર રાશિના લોકોને સાડાસાતીથી મુક્તિ મળશે. આ સિવાય કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોની પણ ઢૈયા ખતમ થશે. જેના કારણે આ 3 રાશિના લોકોને કષ્ટથી રાહત મળશે અને આવકમાં વધારો થશે.
Trending Photos