રોકાણકારો ખુશ! 6.5% વધ્યો અદાણીનો આ શેર, Q4 પરિણામો અને ડિવિડન્ડની કરી જાહેરાત, 3 એક્સપર્ટે કહ્યું ખરીદો

Adani Share: આજે એટલે કે શુક્રવારે અને  02 મેંના રોજ BSEમાં અદાણીનો આ શેર 1245 રૂપિયાના સ્તરે ખુલ્યો હતો. કંપનીના શેર દિવસ દરમિયાન 6.5 ટકા વધીને 1294.85 રૂપિયા પર પહોચવામાં સફળ થયા હતા.
 

1/7
image

Adani Share: અદાણી ગ્રુપની લોકપ્રિય કંપનીના શેરની આજે ખૂબ માંગ હતી. કંપનીના શેરના ભાવમાં આજે એટલે કે 02 રૂપિયા રોજ 6 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. રોકાણકારો ત્રિમાસિક પરિણામોથી ખૂબ ખુશ દેખાય છે. તમને જણાવી દઈએ કે, જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર દરમિયાન અદાણી પોર્ટ્સનો ચોખ્ખો નફો 3025 કરોડ રૂપિયા હતો. જે વાર્ષિક ધોરણે 50 ટકા વધુ છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 2015 કરોડ હતો.

2/7
image

આજે એટલે કે શુક્રવારે 02 મેંના રોજ BSEમાં અદાણી પોર્ટ્સ(Adani Ports Share Price)નો શેર 1245 રૂપિયાના સ્તરે ખુલ્યો હતો. કંપનીના શેર દિવસ દરમિયાન 6.5 ટકા વધીને 1294.85 રૂપિયા પર પહોંચ્યો હતો.  

3/7
image

ખાનગી પોર્ટલના રિપોર્ટ મુજબ, બ્રોકરેજ હાઉસ જેફરીઝે અદાણી પોર્ટ્સને 'બાય' રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ હાઉસે લક્ષ્ય ભાવ 1340 રૂપિયાથી વધારીને 1475 રૂપિયા કર્યો છે. ગોલ્ડમેન સૅક્સે લક્ષ્ય ભાવ 1400 રૂપિયા અને મોર્ગન સ્ટેનલીએ લક્ષ્ય ભાવ 1481 રૂપિયા નક્કી કર્યો છે.  

4/7
image

અદાણી પોર્ટ્સ(Adani Ports) ગુરુવારે અને 01 મેંના રોજ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપનીની કુલ આવક વાર્ષિક ધોરણે 7,199.94 કરોડ રૂપિયાથી વધીને 8,769.63 કરોડ રૂપિયા થઈ છે. ચોથા ક્વાર્ટરમાં ખર્ચ  5,382.13 કરોડ રૂપિયા રહ્યો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 4,450.52 કરોડ રૂપિયા હતો. સમગ્ર નાણાકીય વર્ષ 2024-25 માટે કંપનીનો નફો વાર્ષિક ધોરણે 37 ટકા વધીને 11,061 કરોડ રૂપિયા થયો છે.  

5/7
image

APSEZ ના CEO અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે, FY25માં અમારું રેકોર્ડ પ્રદર્શન અમારી સંકલિત વિચારસરણી અને દોષરહિત અમલીકરણનો પુરાવો છે. કંપનીના જણાવ્યા અનુસાર, દેશમાં કાર્ગો બજાર હિસ્સો નાણાકીય વર્ષ 2024-25માં વધીને 27 ટકા (નાણાકીય વર્ષ 2023-24 માં 26.5 ટકા) અને કન્ટેનર બજાર હિસ્સો 45.5 ટકા (નાણાકીય વર્ષ 2023-24 માં 44 ટકા) થવાની ધારણા છે.  

6/7
image

ગઈકાલે, 1 મેના રોજ, કંપનીએ તેના ત્રિમાસિક પરિણામો તેમજ ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે 2 રૂપિયાના ફેસ વેલ્યુવાળા એક શેર પર 7 રૂપિયા (350 ટકા) ડિવિડન્ડ આપવામાં આવશે. કંપનીએ ડિવિડન્ડ માટે 13 જૂન રેકોર્ડ ડેટ નક્કી કરી છે.

7/7
image

(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)