નોટ છાપનું મશીન બન્યા આ 5 મ્યુચ્યુઅલ ફંડ, 20 વર્ષમાં રોકાણકારોને આપ્યું 20 ગણાથી વધુ રિટર્ન; આ ફંડે તો કરાવી છપ્પરફાડ કમાણી
Mutual Fund: શેરબજારમાં ઉતાર-ચઢાવ આવતો રહે છે. જો કે, એવી કંપનીઓની કોઈ કમી નથી કે જેના શેર બજારમાં ઘટાડાથી પ્રભાવિત ન થયા હોય. શેરબજારમાં ઓછામાં ઓછા 5 એવા ઇક્વિટી ફંડ છે જેમણે તેમના રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે.
છપ્પરફાડ કમાણી કરાવનારા મ્યુચ્યુઅલ ફંડ
જ્યારે સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શનની વાત આવે છે, ત્યારે મ્યુચ્યુઅલ ફંડ સૌથી પહેલા આવે છે. લોન્ગ ટર્મમાં અન્ય રોકાણ સ્કીમોની તુલનામાં મ્યુચ્યુઅલ ફંડમાંથી વધુ રિટર્ન મેળવવાની શક્યતા રહેલી હોય છે. છેલ્લા કેટલાક સમયથી કેટલાક ફંડ એવા પણ રહ્યા છે જેમણે નકારાત્મક રિટર્ન આપ્યું છે. પરંતુ, ઇક્વિટી ફંડની કેટેગરીમાં ઓછામાં ઓછા 5 મ્યુચ્યુઅલ ફંડ્સ એવા છે, જેનું રિટર્ન 50% થી 90%ની વચ્ચે રહ્યું છે. એટલે કે, છેલ્લા 20 વર્ષમાં રોકાણકારોને 20 ગણાથી વધુ વળતર મળ્યું છે. આ લિસ્ટમાં ત્રીજા નંબરે રહેલા મ્યુચ્યુઅલ ફંડે તો છપ્પરફાડ કમાણી કરાવી છે.
1. આદિત્ય બિરલા સન લાઈફ લાર્જ કેપ ફંડ
ફંડ્સ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, આદિત્ય બિરલા સન લાઈફ લાર્જ કેપ ફંડે છેલ્લા 20 વર્ષમાં રોકાણકારોના રૂપિયામાં 21.1 ગણા સુધી વધારો કર્યો છે. જો કોઈએ આ ફંડમાં 20 વર્ષ પહેલાં એટલે કે 2005માં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે તે 21 લાખથી વધુ થઈ ગયા હોત. આ ફંડે દર વર્ષે સરેરાશ 16.5% ના દરે રિટર્ન આપ્યું છે.
2. HDFC લાર્જ કેપ ફંડ
HDFC લાર્જ કેપ ફંડ એ HDFC મ્યુચ્યુઅલ ફંડનો એક ઇક્વિટી પ્લાન છે. આ ફંડ મુખ્યત્વે લાર્જ-કેપ કંપનીઓમાં રોકાણ કરે છે, જે ભારતની ટોચની 100 સૌથી મોટી કંપનીઓ છે. HDFC લાર્જ કેપ ફંડે તેના રોકાણકારોના ખિસ્સા પણ ભર્યા છે. આ ફંડે 20 વર્ષમાં રોકાણકારોના રૂપિયામાં 20.1 ગણો વધારો કર્યો છે. આ ફંડે વાર્ષિક સરેરાશ 16.2% રિટર્ન આપ્યું છે.
3. નિપ્પોન ઇન્ડિયા ગ્રોથ મિડ કેપ ફંડ
નિપ્પોન ઇન્ડિયા ગ્રોથ મિડ કેપ ફંડ એ નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડની એક ઇક્વિટી સ્કીમ છે. આ ફંડ 1995માં શરૂ કરવામાં આવ્યું હતું. આ ફંડ મિડ કેપ કંપનીઓમાં રોકાણ કરે છે. આ ફંડ અમારી યાદીમાં સૌથી વધુ રિટર્ન આપતું ફંડ છે. નિપ્પોન ઇન્ડિયા ગ્રોથ મિડ કેપ ફંડે 20 વર્ષમાં તેના રોકાણકારોને 31.4 ગણું રિટર્ન આપ્યું છે. વાર્ષિક વળતરની વાત કરીએ તો, તેનો દર 18.8% રહ્યો છે.
4. આદિત્ય બિરલા સન લાઈફ ફ્લેક્સી કેપ ફંડ
આદિત્ય બિરલા સન લાઈફ ફ્લેક્સી કેપ ફંડ એક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે. તે માર્કેટ કેપિટલાઇઝેશન (મોટા, મધ્યમ અને નાના-કેપ) ધરાવતી કંપનીઓમાં રોકાણ કરે છે. આ ફંડ ઇક્વિટીમાં 65% થી વધુ રોકાણ કરે છે. આ ફ્લેક્સી કેપ ફંડે છેલ્લા 20 વર્ષમાં રોકાણકારોના રૂપિયા 19.6 ગણા વધાર્યા છે. તેનો વાર્ષિક રિટર્ન દર 16% રહ્યો છે.
5. ફ્રેન્કલિન ઇન્ડિયા ફ્લેક્સી કેપ ફંડ
ફ્રેન્કલિન ઇન્ડિયા ફ્લેક્સી કેપ ફંડ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે. તે માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી કંપનીઓમાં રોકાણ કરે છે. આ ફંડ એવા રોકાણકારો માટે વધુ સારું છે જેઓ લાંબા ગાળે સંપત્તિ બનાવવા માંગે છે. આ ફંડે 20 વર્ષમાં રોકાણકારોને 24.2 ગણું રિટર્ન આપ્યું છે. તેનું વાર્ષિક સરેરાશ રિટર્ન 17.3% રહ્યું છે.
Disclaimer
આ લેખમાં આપેલી માહિતી રિપોર્ટ પર આધારિત છે. કોઈપણ સ્ટોક અથવા ફંડમાં રોકાણ કરતા પહેલા, કૃપા કરીને બજાર નિષ્ણાતની સલાહ લો. Z 24 કલાક કોઈપણ પ્રકારના નાણાકીય જોખમ માટે જવાબદાર રહેશે નહીં.
Trending Photos