હરમનપ્રીત કૌરથી લઈને સ્મૃતિ મંધાના સુધી...આ છે ભારતની ટોપ-5 સૌથી અમીર મહિલા ક્રિકેટરો, જાણો તેમની કુલ સંપત્તિ

List of India's Top 5 Richest Female Cricketers : ભારતમાં મહિલા ક્રિકેટરોની લોકપ્રિયતા સતત વધી રહી છે. મિતાલી રાજ, હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના જેવા નામો હવે ભારતીય ઘરોમાં અજાણ્યા નથી. ત્યારે ભારતની ટોપ-5 સૌથી અમીર મહિલા ક્રિકેટરો કોણ છે, તેના વિશે જાણીશું.
 

1/6
image

દેશભરની આ પ્રતિભાશાળી મહિલાઓએ રમતગમતની દુનિયામાં સફળતા મેળવવા માટે સખત મહેનત અને દૃઢ નિશ્ચય દર્શાવ્યો છે. તેમની પ્રતિભા, ક્રિકેટ ચાહકોના સમર્થન અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી આ મહિલાઓ હવે અમીરોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. આ લેખમાં અમે તમને નેટવર્થની દ્રષ્ટિએ ભારતની ટોપ-5 મહિલા ક્રિકેટરો વિશે જણાવીશું.

મિતાલી રાજ

2/6
image

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજ 40-45 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે સૌથી ધનિક ભારતીય મહિલા ક્રિકેટર છે. મિતાલીએ 12 ટેસ્ટ મેચમાં 699 રન, 232 વનડે મેચમાં 7805 રન અને 89 T20 મેચમાં 2364 રન બનાવ્યા છે.

સ્મૃતિ મંધાના

3/6
image

આ યાદીમાં મિતાલી રાજ પછી શાનદાર બેટ્સમેન સ્મૃતિ મંધાના છે. મંધાનાની કુલ સંપત્તિ લગભગ 33 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. તે ભારતની બીજી સૌથી ધનિક મહિલા ક્રિકેટર છે. મંધાનાએ 7 ટેસ્ટમાં 629 રન, 104 ODIમાં 4543 રન અને 153 T20 મેચમાં 3982 રન બનાવ્યા છે.

હરમનપ્રીત કૌર

4/6
image

ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર નેટવર્થની દ્રષ્ટિએ ત્રીજા સ્થાને છે. તેની નેટવર્થ 23 થી 26 કરોડ છે. હરમનપ્રીતે 6 ટેસ્ટમાં 200 રન, 148 ODIમાં 3967 રન અને 182 T20 મેચમાં 3654 રન બનાવ્યા છે.

શેફાલી વર્મા

5/6
image

ભારતની વિસ્ફોટક ઓપનર શેફાલી વર્મા ચોથા સ્થાને છે. તેની નેટવર્થ લગભગ 11 કરોડ રૂપિયા છે. તેણે ભારત માટે 5 ટેસ્ટમાં 567 રન, 29 ODIમાં 644 રન અને 90 T20 મેચમાં 2221 રન બનાવ્યા છે.

ઝુલન ગોસ્વામી 

6/6
image

ભારતની મહાન ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી અમીર મહિલા ક્રિકેટરોની યાદીમાં પાંચમા સ્થાને છે. તેની કુલ સંપત્તિ લગભગ 8 કરોડ રૂપિયા છે. ઝુલને 12 ટેસ્ટ મેચમાં 44 વિકેટ લીધી છે. તેણે 204 વનડે મેચમાં 255 વિકેટ અને 68 ટી20 મેચમાં 56 વિકેટ લીધી છે.