ત્રણ શક્તિશાળી ગ્રહો જલદી બનાવશે પાવરફૂલ યોગ, આ રાશિવાળાને એકાએક ધનલાભથી ધન-સંપત્તિમાં બંપર વધારો થશે!

વૈદિક પંચાંગ મુજબ સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગ બનશે. જેનાથી કેટલીક રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...

1/5
image

જ્યોતિષ પંચાંગ મુજબ ગ્રહો એક ચોક્કસ સમયાગાળા બાદ ગ્રહો ગોચર કરીને ત્રિગ્રહી કે ચતુર્ગ્રહી યોગ બનાવતા હોય છે. જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર અને દેશ દુનિયા પર જોવા મળે છે. સપ્ટેમ્બરમાં શુક્ર, સૂર્ય અને કેતુનો સંયોગ બનશે. જેનાથી સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગ બનશે. આવામાં કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ રાશિઓને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે. 

સિંહ રાશિ

2/5
image

સિંહ રાશિના જાતકો માટે આ યોગ શુભ નીવડી શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમને માન સન્માન મળી શકે છે. તમને પ્રતિષ્ઠા મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય અભ્યાસમાં સફળતા અને નવા કૌશલ શીખવા માટેનો છે. અપરિણીતો માટે માંગા આવી શકે છે. લગ્ન જીવનમાં પણ ખુશીઓ રહેશે. ભાગીદારીવાળા કામમાં ફાયદો થઈ શકે છે. જીવનસાથીની પ્રગતિ થશે. 

ધનુ રાશિ

3/5
image

ધનુ રાશિના જાતકો માટે સારા દિવસો શરૂ થઈ શકે છે. કારણ કે ત્રિગ્રહી યોગ તમારી રાશિથી ભાગ્ય અને વિદેશ સ્થાન પર બનવા જઈ રહ્યો છે. આ દરમિયાન ભાગ્યનો સાથ મળી શકે છે. અટકેલા કામો પાર પડી શકે છે. નોકરી કરતા જાતકોને પ્રતિભા નિખારવાની તક મળશે. ધર્મ કર્મના કાર્યોમાં રસ વધશે. નાનો મોટો પ્રવાસ કરી શકો છો. ઈચ્છાઓ પૂરી થશે. ધનની બચત કરવામાં સફળ રહેશો.   

વૃશ્ચિક રાશિ

4/5
image

વૃશ્ચિક રાશિના જાતકોને ત્રિગ્રહી યોગ કરિયર અને કારોબારની રીતે શુભ નીવડી શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી કર્મભાવ પર બનવા જઈ રહ્યો છે. કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. નવા મિત્રો બની શકે છે. સામાજિક નેટવર્કિંગથી લાભ થશે. જોબ કરતા લોકોને આવકમાં વધારો અને પ્રમોશનની તકો મળશે. વેપાર ધંધામાં નવા પાર્ટનર્સ સાથે કામ કરવાની તક મળશે. જૂના રોકાણથી સારું રિટર્ન મળી શકે છે. નોકરીયાતોને મનગમતી જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે. 

Disclaimer:

5/5
image

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.