500 વર્ષ બાદ એક સાથે ત્રણ શક્તિશાળી રાજયોગનો સંયોગ, નોટો ગણતા થઈ જશે આ જાતકો, કરિયર અને કારોબારમાં પ્રગતિનો યોગ

March 2025 Triple Rajyog: વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય-શુક્રનો શુક્રાદિત્ય રાજયોગ, સૂર્ય-બુધનો બુધાદિત્ય રાજયોગ અને શુક્ર-બુધનો લક્ષ્મી નારાયણ રાજયોગ બની રહ્યો છે.

ત્રણ રાજયોગ

1/5
image

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર ગોચર કરી શુભ યોગ અને રાજયોગનું નિર્માણ કરે છે, જેનો પ્રભાવ માનવ જીવનની સાથે દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે માર્ચ મહિનામાં ત્રણ રાજયોગ બની રહ્યાં છે. આ રાજયોગ છે- સૂર્ય-શુક્રનો શુક્રાદિત્ય રાજયોગ, સૂર્ય-બુધનો બુધાદિત્ય રાજયોગ અને શુક્ર-બુધનો લક્ષ્મી નારાણ રાજયોગ છે. તમને જણાવી દઈએ કે આ રાજયોગ 500 વર્ષ બાદ બની રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ રાશિઓ માટે આકસ્મિક ધનલાભનો યોગ બની રહ્યો છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

મકર રાશિ

2/5
image

તમારા લોકો માટે ત્રણ રાજયોગ શુભ સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમને સમય-સમય પર આકસ્મિક ધનલાભ થઈ શકે છે. સાથે નોકરી કરનાર લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. આ દરમિયાન કાર્યક્ષેત્રમાં સફળતા જોવા મળશે. આ સાથે સરકારી કે પ્રશાસનિક ક્ષેત્રોમાં તમને કોઈ ખાસ અવસર જોવા મળશે. તો કારોબારીઓના વેપારમાં નવી તક મળશે અને આર્થિક લાભનો યોગ બની રહ્યો છે. આ સમયે નવી યોજનાઓ શરૂ કરવા માટે સારો સમય છે. સામાજિક સ્તર પર તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે.

વૃષભ રાશિ

3/5
image

ત્રણ રાજયોગનું બનવું વૃષભ રાશિના લોકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. આ સમયે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. તો પારિવારિક સંબંધમાં મજબૂતી આવશે. કરિયરમાં પ્રગતિનો સંકેત મળી રહ્યો છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને નવા સ્ત્રોતથી આવક પ્રાપ્ત થઈ શકે છે. આ સમયે તમને નાણાની બચત કરવામાં સફળ રહેશો. જો તમે નોકરી કરો છો તો તમને બમ્પર લાભ મળી શકે છે. રોકાણ કે પ્રોપર્ટી સાથે જોડાયેલા તમારા નિર્ણય ફાયદાકારક સાબિત થશે. આ દરમિયાન તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. સાથે બચત કરવામાં સફળ રહેશો. આ સમયે તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહેશે.

તુલા રાશિ

4/5
image

તમારા લોકો માટે ત્રણ રાજયોગનું બનવું શુભ રહેશે. આ દરમિયાન કમાણીના નવા માર્ગ ખુલશે. આ સમયે કારોબાર સાથે જોડાયેલા જાતકોને વેપારમાં લાભની તક મળશે. નવી પરિયોજનાઓ પર કામ કરવાથી સફળતા મળશે. આ સાથે તમે કામ-કારોબારના સંબંધમાં યાત્રા કરી શકો છો. તમારા અટવાયેલા પૈસા પરત મળી શકે છે. સાથે તમારા કાર્યોને સિદ્ધિ મળશે. આ સમયે તમે કોઈ વાહન કે પ્રોપર્ટીની ડીલ કરી શકો છો.

5/5
image

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.