1 એપ્રિલ 2025થી લાગુ થનારા NPCIના નવા નિયમોથી UPI યુઝર્સને ક્યા-ક્યા મળશે ફાયદા?
UPI Transaction: UPIનો ઉપયોગ કરનારા તમામ લોકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી રહ્યું છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ 1 એપ્રિલ 2025થી લાગુ થવાના નવા નિયમો જાહેર કર્યા છે. ચાલો જાણીએ કે આ નિયમથી UPI યૂઝર્સને ક્યા-ક્યા ફાયદા મળશે.
UPI નવા નિયમો
જો તમે દરરોજ UPIનો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ 1 એપ્રિલ 2025થી લાગુ થવાના નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમ હેઠળ બેન્કો નિયમિતપણે તે મોબાઇલ નંબરને દૂર કરશે જે બંધ થઈ ગયા છે અથવા કોઈ અન્યને આપવામાં આવ્યા છે. આ પગલાનો હેતુ ખોટા વ્યવહારોને રોકવા અને UPI વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવાનો છે.
કેમ લાગુ કરવામાં આવી રહ્યા છે આ નવો નિયમ?
NPCIની 16 જુલાઈ 2024ના રોજ યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, બેન્કો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ (PSPs) એ તેમની સિસ્ટમ નિયમિત સમયાંતરે અપડેટ કરવી પડશે. હવે બેન્કો અને UPI એપ દર અઠવાડિયે મોબાઈલ નંબરની યાદી અપડેટ કરશે, જેથી ખોટા કે નિષ્ફળ ટ્રાન્ઝેક્શન ઘટાડી શકાય.
31 માર્ચ 2025 સુધીમાં તમામ બેન્કો અને UPI સેવા પ્રોવાઈડર્સે આ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. 1 એપ્રિલ 2025થી તેઓએ NPCIને માસિક રિપોર્ટ પણ સબમિટ કરવાના રહેશે.
રિપોર્ટમાં આ માહિતી હશે શામેલ
નવા નિયમોની શું અસર થશે?
આ ફેરફારથી ખોટા નંબર પર પૈસા મોકલવાની સમસ્યા ઓછી થશે અને UPI ટ્રાન્ઝેક્શન વધુ સુરક્ષિત અને સરળ બનશે. બેન્કો અને UPI એપ દર અઠવાડિયે મોબાઈલ નંબર અપડેટ કરશે, જેનાથી ખોટા કે નિષ્ફળ ટ્રાન્ઝેક્શનનું જોખમ ઘણી હદ સુધી ઘટશે. જો તમે UPIનો ઉપયોગ કરો છો, તો તમારી બેન્ક અને UPI એપમાંથી અપડેટ માહિતી મેળવતા રહો, જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
Trending Photos