ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 15ના મોત, હજુ પણ 7 લોકો ગુમ! બચેલાની આપવીતી સાંભળીને રૂવાડાં ઉભા થશે!
Gambhira Bridge Tragedy: વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ 9 જુલાઈએ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 10 લોકોના પાર્થીવ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. હજુ પણ 7 લોકો ગુમ હોવાની વાત સામે આવી છે. જ્યારે દુર્ઘટનાને લઈને જવાબદાર સામે સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો નોંધવા પાદરા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. દુર્ઘટનાને નજરે જોનારા અનેક લોકોએ સમગ્ર મામલે આપવીતી જણાવી હતી.
લટકતી પાઈપ પકડીને હું બહાર આવી ગયો
ગંભીરા બ્રિજ દુર્ઘટવામાં બચી ગયેલા નાની શેરડી ગામે રહેતા 38 વર્ષના દિલીપભાઈ રાયસિંગભાઈ પઢિયાર ઈલેઝોમ કંપનીમાં કેન્ટિનમાં નોકરી કરે છે. તેમણે જણાવ્યું હતું કે, હું નોકરી પરથી છૂટીને બાઈક પર ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન બ્રિજ તૂટી પડતા હું બ્રિજ પરથી નીચે પટકાયો હતો. થોડી ક્ષણ માટે તો મને કંઈ જ ખબર ના પડી પણ જયારે ભાન થયું ત્યારે પાણીમાં ગરકાવ હતો. બ્રિજ પરથી પાણીમાં લટકની પાઈપ પકડી લેતા હું બચી ગયો હતા. ત્યારબાદ મને લોકોએ બહાર કાઢ્યો હતો.
વીડિયોમાં ફોઇને મદદ માંગતા જોઈ હું દોડી ગયો
પાદરા નજીકના ડબકા ગામે મોહેંમદપુરા ગામે રહેતો 35 વર્ષનો ધર્મેશ વાસુદેવભાઈ પરમાર દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત કોઈને સારવાર માટે લઈને સયાજી હોસ્પિટલમાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર બ્રિજ દુર્ઘટનાનો વીડિયો જોયો હતો. જેમાં પાણીમાં ઊભા રહીને મદદ માટે બૂમો પાડતી મહિલા મારા ફોઈ સોનલબેન હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી, હું તરત ત્યાં દોડી ગયો હતો. અને મારા કોઈને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યો છું.
હું જાગ્યો ત્યારે ટ્રક પાણીમાં હતો, હું ટ્રક પર ચઢી ગયો
દ્વારકામાં રહેતા અને કાકા મેરામણભાઈ સાથે દ્વારકાથી ટૂંકમાં કોસ્ટિક સોડા ભરીને રાજુભાઇ ડોડાભાઇ અંકલેશ્વર જતા હતા. તેઓએ જણાવ્યું હતું કે, હું ઊંઘી ગયો હતો અને મારા કાકા ટૂંક ચલાવતા હતા. બ્રિજ તૂટતા અમે પાણીમાં પડયા ત્યારે અચાનક હું જાગી ગયો હતો. હું બહાર નકીળી ગયો હતો. ટુક પાછળથી ઉંચી થઈ ગઈ હોવાથી હું ટૂંક પર ચઢી ગયો હતો. નાવડી લઈને લોકો આવ્યા હતા અને બહાર કાઢ્યો હતો. મારા કાકાની કોઇ ખબર નથી.
પાણીમાં તરતી બોરી પકડતા બચી ગયો
ભોરસદ નજીકના દહેવાણ ગામે રહેતા 42 વર્ષના નરેન્દ્રભાઈ રતનભાઈ પરમાર એકલબારા પાસે આવેલી કંપનીમાંથી છૂટીને ઘરે પરત જઇ રહ્યા હતા. તેમણે કહ્યું કે, હું હું બ્રિજ પરથી પસાર થતો હતો. તે દરમિયાન બ્રિજ તૂટી પડતા પાણીમાં બાઇક સાથે પટકાયો હતો. પાણીમાં તરતી બોરીઓ પૈકીની એક બૌરી પકડી લેતા હું ડૂખ્યો નહતો અને ત્યારબાદ નાવડીમાં મને બહાર કાઢવામાં આવ્યો હતો. મારી સાથે બાઈક પર બેઠેલા ભૂપેન્દ્રભાઈની કોઈ ભાળ મળી નથી. નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ નાઈટ શિફ્ટની નોકરી પરથી છૂટીને ઘરે જઈ રહ્યા હતા.
Trending Photos