દિવાળી સુધી સાવધાન રહેજો આ રાશિવાળા, શનિદેવના 'પ્રકોપ'થી મુસીબતોનો પહાડ તૂટી પડશે, જીવન રમણભમણ થશે!

શનિને ન્યાયના દેવતા કે કર્મના દાતા પણ કહેવામાં આવે છે. આવામાં શનિનું વિપરિત ચાલ ચલવું અને એ પણ  ખાસ કરીને મીન રાશિમાં વક્રી થવું એ તમને પ્રભાવિત કરશે. શનિના વક્રી થવાથી કઈ રાશિઓ પર તેનો પ્રભાવ પડશે તે ખાસ જાણો. 

1/5
image

13 જુલાઈએ શનિ વક્રી થઈ ગયા છે. આગામી 4 મહિના તેઓ વક્રી અવસ્થામાં રહેશે. શનિ વર્ષમાં એક કે બે વાર વક્રી થાય છે. શનિનું ઉલ્ટી ચાલ ચલવું અને એ પણ મીન રાશિમાં તે ખુબ સતર્ક રહેવાનું પણ સૂચવે છે. તમને સમર્પણ, તમારી અંદર ઝાંકવાનો અને કર્મોને જોવાનો મોકો આપે છે. જો કે અનેક રાશિઓની લાઈફમાં આર્થિક રીતે મુશ્કેલીઓ, રિલેશનશીપમાં સમસ્યા અને હેલ્થ તથા પ્રોફેશનલ લાઈફમાં અસંતુષ્ટિ વગેરે પણ જોવા મળે છે. શનિના વક્રી થવાથી અનેક રાશિઓ માટે લાભની સ્થિતિ પેદા થઈ છે તો કેટલીક રાશિના જાતકોએ સાવધાન પણ રહેવું પડશે. 

મેષ રાશિ

2/5
image

મેષ રાશિવાળા માટે શનિ 12માં ઘરમાં વક્રી થયા છે. આથી કેટલીક મુશ્કેલીઓ રહી શકે છે. તમારે જરૂર કરતા વધુ વિચારવું નહીં. તમારે મેડિટેશન અને મંત્ર જાપ પર ધ્યાન આપવું જેથી કરીને તમે તમારી જાતને યોગ્ય રાખી શકો છો. મેષ રાશિવાળાને અચાનક ખર્ચા વધી શકે છે. 

મિથુન રાશિ

3/5
image

મિથુન રાશિના જાકોને પણ શનિના વક્રી થવાથી કરિયરમાં નિરાશા મળશે. તમારા પર ઓળખ વગર પરફોર્મ કરવાનું દબાણ વધશે. તમારી સફળતા ઓછી નહીં થાય પરંતુ તમારે આંકવાનું રહેશે કે કઈ રીતે તમે મેચ્યોરિટીથી કામ કરી શકો. મિથુન રાશિના 10માં ઘરમાં શનિ વક્રી થઈ રહ્યા છે. કામમાં શોર્ટકટનો ઉપયોગ ન કરો. તમારી જાતને અપગ્રેડ  કરો. શનિ તમારા લાંબા ગાળાના લક્ષ્યાંકો અને કરિયરને ખાસ કરીને પ્રભાવિત કરશે. 

સિંહ રાશિ

4/5
image

સિંહ રાશિવાળાના 8માં ઘરમાં શનિ વક્રી થયા છે. સિંહ રાશિવાળાએ નજીકના સંબંધોમાં તણાવ ઝેલવો પડી શકે છે. તમારા આર્થિક મોરચે ખાસ ધ્યાન આપવાનું રહેશે. પૈસા સમજી વિચારીને ખર્ચ કરો. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.