Gujarat Tour: ભગવાન કૃષ્ણ અને શિવ જ્યોતિર્લિંગના એકસાથે કરો દર્શન, IRCTC લાવ્યું સસ્તું ટૂર પેકેજ, જાણો ભાડું

Gujarat Tour: ગુજરાતના મધ્યમાં આવેલું અમદાવાદ ભારતમાં કપાસનું બીજું સૌથી મોટું ઉત્પાદક શહેર છે અને તેનું સ્ટોક એક્સચેન્જ દેશનું બીજું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે. આ શહેર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે સંકળાયેલું હોવા માટે જાણીતું છે. અહીં તમે ઘણા પ્રખ્યાત મંદિરો અને 12 જ્યોતિર્લિંગોમાંથી 2 ની મુલાકાત લઈ શકો છો. જો તમે પણ ગુજરાતમાં અમદાવાદની મુલાકાત લેવા માંગતા હો, તો IRCTC તમારા માટે શ્રેષ્ઠ ટૂર પેકેજ લાવ્યું છે. ચાલો અમે તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપીએ.
 

1/5
image

Gujarat Tour: ગુજરાતનું આ ટુર પેકેજ વેસ્ટ બંગાલના હાવડાથી શરૂ થાય છે અને ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, પોરબંદર, દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પુરૂ થાય અને પાછા કોલકત્તામાં રહેતા લોકો માટે આ બેસ્ટ પેકેજ છે.

2/5
image

IRCTC દ્વારા ગુજરાતના આ અમદાવાદ ટુર પેકેજમાં, તમને ભોજન અને રહેવાની સુવિધા આપવામાં આવશે.  

3/5
image

આ પેકેજ હાવડા(વેસ્ટ બંગાળ)થી અમદાવાદ અને પાછા હાવડા માટે તમારે 27500 રૂપિયા ચૂકવવા પડશે. આ ટ્રીપ 9 રાત અને 10 દિવસની રહેશે.  

4/5
image

આ ટૂર પેકેજમાં તમને ત્રિમંદિર-અડાલજ, શ્રી મા વૈષ્ણોદેવી મંદિર, અક્ષરધામ મંદિર, સાબરમતી આશ્રમ, દ્વારકાધીશ મંદિર અને ગોમતી ઘાટ, બેટ દ્વારકા મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, કીર્તિ મંદિર, સોમનાથ બીચ, સોમનાથ મંદિર, સોમનાથ મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, જ્યોતિર્લિંગ મંદિર, ત્રિવેણી સંગમ, ભાલકા તીર્થ મંદિર અને ગીતા મંદિર સહિત અનેક સુંદર સ્થળોની મુલાકાત લેવાની તક મળશે.  

5/5
image

IRCTC ના આ ટૂર પેકેજ વિશે વિગતવાર જાણવા માટે, તમે https://www.irctctourism.com/pacakage_description?packageCode=EHR138 ની મુલાકાત લઈ શકો છો અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.