ગુજરાતમાં નબળું પડેલું ચોમાસું આ તારીખથી ફરી થશે સક્રિય, અંબાલાલે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી!

Gujarat Monsoon Forecast: ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ સહિતના શહેરોમાં ગરમી પણ પડી રહી છે. હવામાન વિભાગ અમદાવાદ દ્વારા આગામી સાત દિવસમાં કેટલો વરસાદ પડશે ? કેટલું તાપમાન રહેશે ? તેને લઈને આગાહી કરવામાં આવી છે.

1/6
image

હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની માહિતી આપતાં જણાવ્યું કે, આગામી સાત દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે ચારથી છ ઓગસ્ટ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયામાં પવનની ગતિ તેજ રહેવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

2/6
image

આગામી સાત દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 24 કલાક માટે હવામાન વિભાગે કેટલાક જિલ્લઓને યેલો એલર્ટ આપ્યું છે. ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓ માટે યેલો અલર્ટ જાહેર કરાયું છે. આ વિશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું કે, અપરએર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી છે. સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમા યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે. 

3/6
image

હવામાન વિભાગે જણાવ્યું કે, સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં અને અમદાવાદમાં હળવાથી મધ્યમ સુધી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર અને મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, દાહોદ, મહીસાગર અને ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ માં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

4/6
image

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે. મઘા નક્ષત્ર અને સૂર્ય સિંહ રાશિમાં આવતા 17 ઓગસ્ટથી સારો વરસાદ થવાની શક્યતા છે. 19થી 26 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે. તો 23 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી ગ્રહો જળ દાયક નક્ષત્રમાં હોવાથી ભારેથી અતિભારે વરસાદ શક્યતા વ્યક્ત કરી છે. ઓગસ્ટ મહિનાના અંતમાં મેઘરાજા ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરશે.

5/6
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 6 થી10 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા પડશે અને 18 થી 22 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરાઈ છે, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરાઈ છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હજુ વરસાદની નવી સિસ્ટમ બની નથી, નવી વરસાદની સિસ્ટમ બનશે એટલે ભૂક્કા કાઢી નાખતો વરસાદ પડી શકશે. કોઈ પણ ભાગમાં 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. 

6/6
image

18 થી 22 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ યથાવત રહેશે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે અને ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં નવી વરસાદી સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે, બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.