ELI સ્કીમ શું છે? સરકાર યુવાનોને ફ્રીમાં આપશે 15000 રૂપિયા, જાણો કેવી રીતે અને કોને મળશે લાભ?
ELI Scheme: કેન્દ્ર સરકારની રોજગાર-લિંક્ડ ઈન્સેન્ટિવ (ELI) યોજના 2025 યુવાનો માટે એક સુવર્ણ તક લઈને આવી છે. આ યોજના હેઠળ પહેલીવાર નોકરી મેળવનારા યુવાનોને 15,000 રૂપિયાનું પ્રોત્સાહન મળશે.
શું છે ELI સ્કીમ?
કેન્દ્ર સરકારે 1 જુલાઈ 2025ના રોજ રોજગાર-લિંક્ડ ઇન્સેન્ટિવ (ELI) યોજનાને મંજૂરી આપી છે, જેનો ઉદ્દેશ્ય યુવાનોને રોજગારની તકો પૂરી પાડવા અને ઔદ્યોગિક ક્ષેત્રમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ પહેલીવાર નોકરી મેળવનારા યુવાનોને 15,000 રૂપિયાની એક વખતની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. આ રકમ બે હપ્તામાં સીધી તેમના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
યોજનાનો ઉદ્દેશ્ય અને ફાયદા
ELI યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઔદ્યોગિક ક્ષેત્રમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાનો છે. આ અંતર્ગત કંપનીઓને નવા કર્મચારીઓની નિમણૂક પર પ્રોત્સાહન આપવામાં આવશે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોને આ યોજનાનો વધુ ફાયદો થશે. આ ઉપરાંત આ યોજના યુવાનોને રોજગારની તકો પૂરી પાડવા તેમજ તેમના કૌશલ્ય વિકાસમાં મદદરૂપ થશે.
આ યોજનાની વિશેષતાઓ શું છે?
પ્રોત્સાહન રકમ- પહેલીવાર નોકરી મેળવનારા યુવાનોને 15000 રૂપિયાની એક સાથે રકમ આપવામાં આવશે. આ રકમ બે હપ્તામાં યુવાનોના બેન્ક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે, જેનાથી પારદર્શિતા જળવાઈ રહેશે.
કેટલી હશે લાભાર્થીઓની સંખ્યા?
આ યોજનાથી લાખો યુવાનોને લાભ મળવાની સંભાવના છે. જેઓ રોજગારની તકોની શોધીમાં છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ઔદ્યોગિક ક્ષેત્રમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાનો અને યુવાનોને રોજગારની તકો પૂરી પાડવાનો છે.
કોણ મેળવી શકે છે આ યોજનાનો લાભ?
આ યોજના એવા યુવાનો માટે છે જેઓ પહેલીવાર નોકરી કરવા જઈ રહ્યા છે. 15000 રૂપિયાની સહાય બધા કર્મચારીઓને આપવામાં આવશે નહીં. 1 લાખ રૂપિયાથી વધુ પગાર ધરાવતા કર્મચારીઓ આ માટે પાત્ર રહેશે નહીં.
કંપનીઓને પણ મળશે પ્રોત્સાહન
આ ઉપરાંત કંપનીઓને પણ નવા કર્મચારીઓની ભરતી માટે પ્રોત્સાહનો મળશે, જેથી તેઓ વધુ સંખ્યામાં યુવાનોને રોજગારી પૂરી પાડી શકે. સરકાર કંપનીઓને ઓછામાં ઓછા 6 મહિના સુધી સતત રોજગાર ધરાવતા દરેક વધારાના કર્મચારી માટે 2 વર્ષ સુધી દર મહિને 3000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન આપશે.
ક્યાં કરવી અરજી?
આ યોજના હેઠળ અરજી કરવાની જરૂર નથી. કર્મચારી EPFOમાં નોંધણી કરાવતાની સાથે જ તેનો ડેટા સરકાર પાસે જશે, ત્યારબાદ તેના આધારે કર્મચારી કે કંપનીને લાભ મળશે.
કેવી રીતે મળશે રૂપિયા?
સરકાર કંપનીઓ અને કર્મચારીઓના આ પ્રોત્સાહન રકમ સીધી બેન્ક ખાતામાં મોકલશે. જો કે, તમારું બેન્ક એકાઉન્ટ PAN સાથે જોડાયેલું હોવું જરૂરી છે.
યુવાનો માટે એક સુવર્ણ તક
કેન્દ્ર સરકારની આ પહેલ યુવાનો માટે એક સુવર્ણ તક છે. ELI યોજના દ્વારા યુવાનોને રોજગાર મળવાની સાથે-સાથે ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ વિકાસ થશે. આ યોજના રોજગાર સર્જન, કૌશલ્ય વિકાસ અને આર્થિક સમૃદ્ધિ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ યોજના દ્વારા લાખો યુવાનોને રોજગારની તકો મળશે અને તેઓ તેમના ભવિષ્યને ઘડી શકશે.
Trending Photos