કોણ છે ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં જોવા મળેલી 'મિસ્ટ્રી ગર્લ' ? પંત અને ગિલને ચીયર કરતી જોવા મળી

Team India Mystery Girl : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ લીડ્સમાં રમાઈ રહી છે. આ મેચ દરમિયાન ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં એક છોકરી જોવા મળી હતી. જેને લઈને હવે ચર્ચા શરૂ થઈ છે, આ 'મિસ્ટ્રી ગર્લ' કોણ છે. 

1/5
image

Team India Mystery Girl : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પ્રથમ મેચ લીડ્સમાં રમાઈ રહી છે. આ મેચ દરમિયાન જ્યારે ભારતીય ઇનિંગ્સ પહેલા દિવસે સમાપ્ત થઈ, ત્યારે ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં એક છોકરી જોવા મળી હતી.

2/5
image

રિષભ પંત અને શુભમન ગિલ પેવેલિયનમાં પરત ફરી રહ્યા હતા ત્યારે તે ટીમ ઇન્ડિયાને ચીયર કરતી જોવા મળી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર આ 'મિસ્ટ્રી ગર્લ' કોણ છે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે.

3/5
image

જો કે, આ છોકરી કોણ છે તે અંગે કોઈ ઓળખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે તે ટીમ ઇન્ડિયાના સ્ટાફ સાથે સંકળાયેલી હોઈ શકે છે.

4/5
image

ભારતીય ટીમના મહિલા સ્ટાફમાં રાજલ અરોરા સોશિયલ મીડિયા મેનેજર તરીકે સંકળાયેલી છે. ગમે તે હોય, લીડ્સમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની મેચ રોમાંચક તબક્કામાં છે.

5/5
image

ભારતીય ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 471 રન પર ઓલ આઉટ થઈ હતી, જ્યારે ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગ્સમાં બીજા દિવસના અંતે 209/3 બનાવ્યા હતા. જ્યારે ત્રીજા દિવસની રમત ચાલુ છે.