આખરે કેમ લંડન અને પેરિસ છોડીને અઝરબૈજાન ફરવા જાય છે ભારતીય, જાણો આટલા રૂપિયા ખર્ચ કરવા પાછળનું કારણ!
Azerbaijan: આજકાલ ઘણા લોકો વેકેશન અને હનીમૂન માટે વિદેશ ફરવા જાય છે, જેમાં લોકો લંડન, પેરિસ, માલદીવ અને થાઇલેન્ડ પસંદ કરે છે. પરંતુ આજકાલ ઘણા ભારતીયો અઝરબૈજાનમાં ખૂબ મુસાફરી કરી રહ્યા છે. તેથી, આજે અમે તમને જણાવીશું કે અઝરબૈજાનમાં એવું શું છે જે ભારતીયોને તેના તરફ આકર્ષિત કરી રહ્યું છે.
અઝરબૈજાન
અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા દરરોજ વધી રહી છે. લોકો પ્રાઈમ લોકેશન જેમ કે, લંડન, પેરિસ અને થાઇલેન્ડને છોડીને આ દેશને પસંદ કરી રહ્યા છે. જેના કારણે ઘણા લોકો ના મનમાં આ વાતને લઈ ખૂબ જ જિજ્ઞાસા રહે છે કે, આખરે લોકો કેમ આ દેશમાં ફરવા માટે આટલા એક્સાઈટેડ રહે છે. ચાલો તેના વિશે જાણીએ.
બજેટ ફ્રેન્ડલી
અઝરબૈજાનમાં એન્ટ્રી કરવા માટે તમારે ખૂબ જ મોંઘી ટિકિટ ખરીદવાની જરૂર નથી. આ દેશમાં રહેવું અન્ય દેશો કરતા સસ્તું છે. અઝરબૈજાનમાં ફરવા માટે તમારે તમારા ખિસ્સામાંથી ઘણા રૂપિયા ખર્ચવાની જરૂર નથી. અહીંનું ભોજન પણ સસ્તું છે.
વિઝા
આ દેશમાં મુસાફરી કરવા માટે ભારતીયોને વિઝા માટે લાંબો સમય રાહ જોવી પડતી નથી. અઝરબૈજાનની મુસાફરી કરવા માટે ઓછામાં ઓછા 3 થી 4 દિવસમાં ઇ-વિઝા મળી જાય છે. આ પણ એક કારણ છે કે ભારતીયો આ દેશમાં જવાનું પસંદ કરે છે.
મનમોહક દૃશ્ય
અઝરબૈજાન એક ખૂબ જ સુંદર શહેર છે જ્યાં ઊંચા પર્વતોની સાથે-સાથે તળાવો અને હરિયાળી પણ જોવા મળી છે. અહીંની હરિયાળી પ્રવાસીઓને અહીં આવવા માટે આકર્ષિત કરે છે. અહીંના લોકો ભારતીયો સાથે સારી રીતે ભળી જાય છે.
નાઇટલાઇફ
અઝરબૈજાન દેશની રાજધાની બાકુની સુંદરતા જોવા માટે લોકો દૂર-દૂરથી ટ્રાવેલ કરીને આવે છે. બાકુની નાઇટલાઇફની ચર્ચા દરેક જગ્યાએ થાય છે. રાત્રે આ સ્થળની ઝાકઝમાળ જોવા લાયક છે.
Trending Photos