IPL 2025 : ઈરફાન પઠાણનું IPL કોમેન્ટ્રી પેનલમાંથી કેમ કપાયું પત્તુ ? ચોંકાવનારું કારણ આવ્યું બહાર

Irfan Pathan : IPLની આ સિઝન માટેની કોમેન્ટેટર્સની યાદીમાંથી પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણનું નામ હટાવવામાં આવ્યું હતું. ઈરફાન પઠાણને IPL કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવાને લઈને હવે ચોંકાવનારું કારણ બહાર આવ્યું છે.
 

1/6
image

Irfan Pathan : ટીમ ઈન્ડિયાનો પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ IPL 2025 દરમિયાન કોમેન્ટ્રી કરતો જોવા મળી રહ્યો નથી. ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદથી ઈરફાન પઠાણ IPLમાં કોમેન્ટ્રી પેનલનો નિયમિત સભ્ય છે, પરંતુ આ વખતે એવું બન્યું નથી.   

2/6
image

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇરફાન પઠાણને ઘણા ભારતીય ક્રિકેટરોની ફરિયાદોને કારણે IPL 2025 માટે કોમેન્ટ્રી પેનલમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ઈરફાન પઠાણ પર લાઈવ કોમેન્ટ્રી દરમિયાન પોતાના અંગત એજન્ડાને અનુસરવાનો આરોપ છે.

3/6
image

મીડિયા અહેવાલ અનુસાર, ઈરફાન પઠાણને IPL 2025ની કોમેન્ટ્રી પેનલમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે કારણ કે બ્રોડકાસ્ટર્સ તેના ઓન-એર અને તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરના વ્યક્તિગત એજન્ડાથી ખુશ નહોતા.   

4/6
image

BCCIના એક સૂત્રને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'થોડા વર્ષો પહેલા ઈરફાન પઠાણનો કેટલાક ખેલાડીઓ સાથે ઝઘડો થયો હતો. ત્યારથી, તે આક્રમક રીતે તેમના પર ટિપ્પણી કરવાથી દૂર રહ્યો નથી. ઈરફાન પઠાણ પર આરોપ છે કે તેણે સોશિયલ મીડિયા પર તે ખેલાડીઓને નિશાન બનાવ્યા, ભલે તેણે તેમના નામ લીધા ના હોય.

5/6
image

ઈરફાન પઠાણ એવો પહેલો હાઈ-પ્રોફાઈલ ખેલાડી નથી જેને કોમેન્ટ્રી ડ્યુટીમાંથી હટાવવામાં આવ્યો હોય. 2020માં ભારતના પૂર્વ બેટ્સમેન સંજય માંજરેકરને 2019 ODI વર્લ્ડ કપ દરમિયાન રવિન્દ્ર જાડેજા પર તેમની વિવાદાસ્પદ ટિપ્પણીઓ બદલ BCCI દ્વારા દક્ષિણ આફ્રિકા સામેની ભારતની ODI શ્રેણી માટે કોમેન્ટ્રી પેનલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

6/6
image

ઈરફાન પઠાણે વર્ષ 2004માં ભારત માટે પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. ઈરફાન પઠાણ ભારતનો એકમાત્ર એવો બોલર છે જેણે પહેલી જ ઓવરમાં જ હેટ્રિક લેવાની સિદ્ધિ મેળવી છે. ઈરફાન પઠાણે ભારતીય ટીમ માટે 29 ટેસ્ટ મેચ, 120 ODI મેચ અને 24 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ઈરફાન પઠાણ 2007 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયાનો સભ્ય હતો.