વર્લ્ડ કપમાં નહીં...ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ જ ખેલાડીઓને કેમ પહેરાવામાં આવે છે સફેદ બ્લેઝર ? આ છે કારણ
Team India : ભારતીય ટીમે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતી લીધો છે. આ જીત બાદ ભારતીય ટીમના તમામ ખેલાડીઓને સફેદ બ્લેઝર અને મેડલ આપીને સ્નમાનિત કરવામાં આવ્યા હતા. ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે ચેમ્પિયન્સ બન્યા બાદ ટીમને સફેદ બ્લેઝર જ કેમ પહેરાવવામાં આવે છે ?
ભારતીય ટીમે 9 માર્ચ 2025ના રોજ નવો ઈતિહાસ લખ્યો. ક્રિકેટની દુનિયામાં ભારત સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતનારી ટીમ બની છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમે ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. જે બાદ આખી ટીમ ફરી એકવાર સફેદ બ્લેઝર પહેરીને ઉજવણી કરતી જોવા મળી હતી.
2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ પણ ટીમ ઈન્ડિયાએ આ જ રીતે ઉજવણી કરી હતી. ત્યારે એ જાણી લઈએ કે શા માટે ચેમ્પિયન ટીમને સફેદ બ્લેઝર પહેરાવીને સન્માનિત કરવામાં આવે છે.
ભારતની ફાઈનલમાં જીત બાદ ટીમ ઈન્ડિયાને મેડલ અને સફેદ બ્લેઝર આપવામાં આવ્યા હતા. તમામ ખેલાડીઓએ સફેદ બ્લેઝર પહેરીને ખૂબ જ ઉત્સાહ સાથે વિજયની ઉજવણી કરી હતી. પરંતુ સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાને માત્ર સફેદ બ્લેઝર કેમ પહેરાવવામાં આવ્યું.
સફેદ બ્લેઝરની શરૂઆત વર્ષ 2009માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી 2009ની સિઝનમાં કરવામાં આવી હતી. આ બ્લેઝર ચેમ્પિયન્સને શ્રદ્ધાંજલિ તરીકે સફળતાના શક્તિશાળી પ્રતીક તરીકે ઉભરી આવ્યું છે. આ વિશ્વની સર્વશ્રેષ્ઠ ODI ટીમ માટે ખૂબ સન્માનનું પ્રતીક છે.
રોહિત શર્માની કેપ્ટનશીપ પર વધુ એક ટ્રોફીનો ટેગ લગાવવામાં આવ્યો છે. 10 મહિના પહેલા ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. જો કે, ODI વર્લ્ડ કપ 2023ની ટ્રોફી ટીમ ઈન્ડિયા ચૂકી ગઈ હતી. પરંતુ હવે રોહિતની ટીમે તે ઘા પર મલમ લગાવ્યું છે. હવે ટીમ ઈન્ડિયાનું આગામી ટાર્ગેટ 2027 ODI વર્લ્ડ કપ હશે.
Trending Photos