IPL વચ્ચે યશસ્વી જયસ્વાલનો ચોંકાવનારો નિર્ણય, ટીમ બદલવાની કરી વાત, આ ટીમનો બનશે કેપ્ટન

Yashasvi Jaiswal : IPL 2025 વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. યશસ્વી જયસ્વાલે સ્થાનિક ક્રિકેટ ટીમ છોડવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. એવા સમાચાર સામે આવ્યા છે કે, તેની પાસે આ ટીમનો કેપ્ટન બનવાની ઓફર આવી છે, જેના કારણે આ નિર્ણય લીધો છે. 

1/6
image

ભારતીય ક્રિકેટના સૌથી પ્રતિભાશાળી યુવા સ્ટાર પૈકીના એક યશસ્વી જયસ્વાલે IPL 2025 વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે. તેણે સ્થાનિક ક્રિકેટ ટીમમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. 

2/6
image

જયસ્વાલ અંડર-19થી સ્થાનિક ક્રિકેટમાં મુંબઈ માટે રમી રહ્યો છે. હવે તે આગામી સિઝનથી ગોવા તરફથી રમવા માંગે છે. તેના આ નિર્ણયથી ભારતીય ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે.  

3/6
image

એવું કહેવામાં આવી રહ્યું છે કે યશસ્વીએ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) માટે ઈમેલ કર્યો છે જેથી કરીને તે પોતાની ક્રિકેટ સ્ટેટ ટીમ બદલી શકે. અર્જુન તેંડુલકર અને સિદ્ધેશ લાડ મુંબઈના કેટલાક અન્ય ક્રિકેટર છે જેમણે તાજેતરમાં ગોવાની ટીમમાં સામેલ થયા છે.  

4/6
image

BCCIએ ટીમ ઈન્ડિયાના સ્ટાર્સ માટે ઘરેલુ રેડ-બોલ ક્રિકેટમાં ભાગ લેવો ફરજિયાત બનાવ્યો છે. જેના કારણે યશસ્વી, રોહિત શર્મા, વિરાટ કોહલી વગેરે જેવા ખેલાડીઓને પોતપોતાની રાજ્યની ટીમોમાં પરત ફરવું પડ્યું હતું. યશસ્વી તાજેતરમાં 2024-25 રણજી ટ્રોફી અભિયાનમાં મુંબઈ તરફથી રમ્યો હતો. 

5/6
image

જો યશસ્વીને NOC મળશે તો તે આગામી સિઝનમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં ગોવાની જર્સીમાં જોવા મળશે. અંગત કારણોસર ગોવમાં સામેલ થઈ રહ્યો હોવાનું જણાવ્યું છે

6/6
image

ગોવા ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરીએ કહ્યું કે, તે અમારા માટે રમવા માંગે છે અને અમે તેનું સ્વાગત કરીએ છીએ, તે આગામી સિઝનથી અમારા માટે રમશે. તે ગોવાની કેપ્ટનશીપ પણ કરી શકે છે. જ્યારે યશસ્વી જયસ્વાલે પણ કેપ્ટન બનવા અંગે ગ્રીન સિગ્નલ આપ્યું છે.