Yuzvendra Chahal Dating : "ઈન્ડિયા જાન ચુકા હૈ..." યુઝવેન્દ્ર ચહલે કપિલ શર્માના શોમાં RJ મહવશ સાથેના સંબંધોની કરી પુષ્ટિ !
Yuzvendra Chahal Dating : યુઝવેન્દ્ર ચહલ અને RJ મહવશની જોડી ખૂબ જ ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને રિલેશનશિપમાં છે, પરંતુ બંનેમાંથી કોઈએ પણ તેને ખુલ્લેઆમ સ્વીકાર્યું નથી. જોકે, હવે યુઝવેન્દ્ર ચહલે એવું નિવેદન આપ્યું છે કે તે સાંભળીને બધા ચોંકી ગયા.
Yuzvendra Chahal Dating : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશના ડેટિંગની અફવાઓ ઘણા સમયથી ચર્ચામાં છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. જો કે, બંને હંમેશા એકબીજાને મિત્રો ગણાવતા આવ્યા છે.
હાલમાં કપિલ શર્માના શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં ચહલ, ગૌતમ ગંભીર, રિષભ પંત, અભિષેક શર્મા જોવા મળ્યા હતા. આ દરમિયાન ચહલે કંઈક એવું કહ્યું જેણે તેમના સંબંધોના સમાચારોને વધુ વેગ આપ્યો છે.
આ એપિસોડમાં નવજોત સિંહ સિદ્ધુએ ચહલની પ્રશંસા કરતા કહ્યું, "છોટા તીર, ઘાવ કરે ગંભીર, બહુત જબરદસ્ત ચીઝ હૈ યે, ધોની કો બોલ કર દેગા, 4 વિકેટ નીકાલ દેગા. જહાં સબ ભાગ ખડે હોતે હૈ, વહાં ચહલ ખડા રહતા હૈ. સવાલ પૈદા નહીં હોતા કી ટીમ બદલ દે. ચલો ગર્લફ્રેન્ડ એકાદ બદલ દેતા હૈ"
આના પર કપિલે સિદ્ધુને કહ્યું, "તમારા સમયે ઇન્સ્ટાગ્રામ નહોતું, નહીં તો તમે પણ પકડાઈ ગયા હોત." પછી રિષભ પંત કહે છે કે તે ફ્રી છે. આના પર યુઝવેન્દ્ર ચહલ કહે છે, "ઈન્ડિયા જાન ચુકા હૈ. 4 મહિને પહેલે." ચહલના આ નિવેદનથી બધા ચોંકી ગયા હતા અને ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે કે ચહલે આડકતરી રીતે સંબંધની પુષ્ટિ કરી છે.
તમને જણાવી દઈએ કે ચહલ અને મહાવશ ઘણો સમય સાથે વિતાવે છે. મહવશ ચહલની દરેક મેચમાં જાય છે અને તેને સમર્થન આપતી જોવા મળે છે એટલું જ નહીં સોશિયલ મીડિયા પર પણ ઘણી બધી પોસ્ટ કરે છે.
Trending Photos