Vastu Shastra: શું તમે દરવાજાની પાછળ ગંદા કપડા ટીંગાળી રાખો છો? તો ચેક કરી લો તમારા ઘરમાં આવી સમસ્યા રહેતી હશે
Biggest Vastu Mistake: ઘણા લોકોના ઘરમાં તમે જોયું હશે તે તેમણે કપડા લટકાવવાની વ્યવસ્થા દરવાજાની પાછળ કરી હોય છે. જ્યાં એકવાર પહેરેલા કપડા લટકતા હોય છે. જે ઘરમાં આ રીતે કપડા રાખવામાં આવે છે ત્યાં હંમેશા કેટલીક તકલીફો જોવા મળે છે.
Trending Photos
Biggest Vastu Mistake: વાસ્તુશાસ્ત્ર આપણા જીવનમાં સંતુલન અને સહકારાત્મક ઉર્જા જળવાઈ રહે તે માટે મહત્વપૂર્ણ હોય છે. વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે તો ઘર ઉપર અને જીવન ઉપર તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રહેલી નાનકડી વસ્તુની પણ ગંભીર અસર થતી હોય છે. આજે એક આવી જ સામાન્ય લાગતી આદત વિશે તમને જણાવીએ જે વ્યક્તિની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર કરે છે.
મોટાભાગના લોકો અજાણતા આ ભૂલ કરે છે અને જેના કારણે તેમના જીવનમાં અલગ અલગ પ્રકારની સમસ્યાઓ સતત જોવા મળે છે. આવા લોકો મહેનત કરે તો પણ તેમને ફળ મળતું નથી. જેના કારણે તેઓ ભાગ્યને દોષ આપે છે પરંતુ હકીકતમાં આવી સમસ્યા પાછળ ઘરમાં રહેલો વાસ્તુદોષ જવાબદાર હોય છે.
ઘણી વખત લોકો પોતાના જીવનમાં એવી આદતોને અપનાવી લે છે જે સુવિધાજનક લાગે છે પરંતુ હકીકતમાં નુકસાન કરનાર હોય છે. આવી જ આદત છે ઘરના દરવાજાની પાછળ કપડા લટકાવવા. ઘણા લોકોના ઘરમાં આવી વ્યવસ્થા જોવા મળે છે.
ઘરના દરવાજાની પાછળ કપડા લટકાવવા માટેના હુક લગાડેલા હોય છે જ્યાં એકવાર પહેરેલા કપડાં રાખી દેવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આ સૌથી ખરાબ વાસ્તુદોષ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના દરવાજા પોઝિટિવ એનર્જી ઘરમાં આવે તે માટે અને નેગેટિવ એનર્જી ઘરની અંદર ન આવે તે માટે હોય છે પરંતુ દરવાજાની પાછળ જ ગંદા કપડાં લટકાવવામાં આવે તો તે નેગેટિવ એનર્જીનો સોર્સ બની જાય છે.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના દરવાજાનો ઉપરનો ભાગ ધનના દેવીમાં લક્ષ્મીનું સ્થાન હોય છે આ જગ્યાએ જો ગંદા કપડા લટકાવવામાં આવે તો માં લક્ષ્મીનો અનાદર થાય છે અને તેવા ઘરમાં હંમેશા ગરીબી રહે છે. જે ઘરમાં દરવાજાની પાછળ કપડા ટાંગવામાં આવતા હોય છે ત્યાં આર્થિક સ્થિતિ હંમેશા નબળી જોવા મળે છે. આવા ઘરમાં ધન હાનિના યોગ વારંવાર સર્જાતા હોય છે. ઘરમાં રહેતા લોકોને આર્થિક નુકસાન થવાની સંભાવના પણ વધારે રહેતી હોય છે.
- ઘરના દરવાજાની પાછળ ગંદા કપડાં લટકાવેલા હોય તો સંબંધો પણ ખરાબ થઈ શકે છે. આવા ઘરમાં લોકોને એકબીજા પ્રત્યે મનમુટાવ રહે છે. આવા ઘરમાં વારંવાર કલેશ થાય છે નાની નાની વાતો પર પણ ઘરમાં લડાઈ ઝઘડા થઈ જતા હોય છે.
- જે ઘરમાં દરવાજાની પાછળ કપડા લટકાવવામાં આવે છે ત્યાં પરિવારના સભ્યોની સફળતામાં હંમેશા બાધા આવતી રહે છે. ઘરના લોકોને નોકરી અને બિઝનેસમાં સમસ્યાનો સામનો વારંવાર કરવો પડે છે. નોકરી અને વેપારમાં ઉતાર ચઢાવ આવતા રહે છે.
- જે લોકોના ઘરમાં દરવાજા પાછળ કપડા લટકાવવામાં આવે છે ત્યાં લોકો અથાગ મહેનત કરે તો પણ તેમને તેનું ફળ મળવાની સંભાવના ઓછી થઈ જાય છે. તેમના કામમાં કોઈને કોઈ બાધા આવી જાય છે અને નુકસાન થઈ જાય છે. જે ઘરમાં દરવાજા પાછળ કપડા લટકતા હોય ત્યાં આ પ્રકારની સમસ્યાઓ જોવા મળતી હોય છે. તેનાથી બચવાનો સૌથી સરળ ઉપાય છે કે દરવાજાની પાછળ ગંદા કપડા લટકાવવા નહીં.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે