Shaniwar Upay: શનિવારે કરી જુઓ આ 4 કામ, જીવનમાંથી ગરીબી અને સમસ્યાઓ શનિદેવ દુર ન કરે તો કહેજો
Shaniwar Upay: શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. માનવામાં આવે છે કે શનિવારે જો શ્રદ્ધાથી શનિદેવને યાદ કરીને આ 4 કામ કરવામાં આવે તો વિશેષ ફળ પ્રાપ્ત થઈ શકે છે. આ કામ વિધિપૂર્વક થાય તો શનિદેવની કૃપાથી ધન લાભના યોગ પણ બનવા લાગે છે. આ કામો કયા છે ચાલો જણાવીએ.
Trending Photos
Shaniwar Upay: શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે. આ દિવસે ભક્તો શનિદેવના મંદિરમાં જઈ તેમની પૂજા-અર્ચના કરે છે. સાથે જ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિવારના કેટલાક વિશેષ ઉપાયોનું વર્ણન મળે છે. કહેવાય છે કે ભક્તો આ કાર્ય વિધિ વિધાનથી અને શ્રદ્ધાથી શનિવારે કરે તો તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે. આ કામો કરવાથી શનિ દોષથી પણ મુક્તિ મળી શકે છે. આ ઉપાયો કરવાથી પૈસાની તંગીથી પણ છુટકારો મળી શકે છે. આ ઉપાયો કયા છે ચાલો જાણીએ.
શનિવારનો તુરંત ફળ આપતા ઉપાયો
શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે આ નાનકડો ઉપાય કરી શકાય છે. શનિવારે જલદી જાગી જવું અને સ્નાન કરી શનિ મંદિરમાં જવું. મંદિરમાં સરસવના તેલનો દીવો કરવો અને તેમાં 2 લવિંગ રાખી દેવા. આ કામ ફરી એકવાર સૂર્યાસ્ત સમયે કરવું. પરંતુ દીવો મંદિરમાં નહીં પીપળાના ઝાડ નીચે કરવો. શનિવારે આ રીતે દીવા કરવાથી જીવનમાં ખુશીઓના આગમનના રસ્તા ખુલવા લાગે છે.
જીવનમાં સફળતા મેળવવા માટેનો ઉપાય
જો જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવતી રહેતી હોય તો શનિવારે આ સરળ કામ કરવું. શનિવારે શનિ મંદિરમાં જઈ શનિદેવની પૂજા કરી ગરીબ કે જરૂરીયાતમંદ વ્યક્તિને કાળા તલ, કાળા અડદ કે સરસવનું તેલ દાન કરવું. આમ કરવાથી શનિદેવની કૃપાથી જીવનની નકારાત્મકતા દુર થશે અને સફળતાના રસ્તા ખુલશે.
ધન લાભ માટેનો ચમત્કારી ઉપાય
શનિદેવને શમીનું ઝાડ પ્રિય છે. ઘરમાં પૈસાની તંગી હોય કે આર્થિક સ્થિતિ ખરાબ હોય તો શનિવારે શમીના ઝાડ પાસે તેલનો દીવો કરો. દર શનિવારે આ કામ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થવા લાગે છે. શનિવારના દિવસે શનિ સંબંધિત આ ઉપાયો કરવાની સાથે શનિ ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ. શનિ દેવની આરાધના કરવાથી જીવનમાંથી નકારાત્મકતા દુર રહી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે