Holi Pooja Vidhi: હોળી દહન થઈ જાય પછી આ રીતે પૂજા કરવાની હોય, જાણો પૂજામાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે

Holika Dahan Pooja Vidhi: હોળીનો તહેવાર દર વર્ષ ધામધૂમથી ઉજવવામાં આવે છે તેમાં પણ હોલિકા દહનનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે ખાસ વિધિથી હોલિકા દહન પછી પૂજા કરવામાં આવે છે. આ પૂજામાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે આજે તમને જણાવીએ.
 

Holi Pooja Vidhi: હોળી દહન થઈ જાય પછી આ રીતે પૂજા કરવાની હોય, જાણો પૂજામાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે

Holika Dahan Pooja Vidhi: હોલિકા દહન હોળીના તહેવારનો મહત્વપૂર્ણ ભાગ હોય છે. રંગોનો તહેવાર ઉજવાય તે પહેલા હોલિકા દહન કરવામાં આવે છે. આ વર્ષે 13 માર્ચે હોળી દહન થશે. આ દિવસની ઉજવણી અસત્ય પર સત્યની જીત તરીકે કરવામાં આવે છે. તેના બીજા દિવસે રંગોનો તહેવાર ઉજવવામાં આવે છે. ફાગણ મહિનાની પૂનમના દિવસે હોળીનો તહેવાર ઉજવાય છે. આ દિવસે સંધ્યા સમય પછી શુભ મુહૂર્તમાં હોળી દહન કરવામાં આવે છે. 

હોલિકા દહનનું મુહૂર્ત 

પંચાંગ અનુસાર આ વર્ષે 13 માર્ચે સવારે 10.35 કલાકથી પૂર્ણિમાની તિથિ શરૂ થઈ જશે. જેનું સમાપન 14 માર્ચે 12.23 મિનિટે થશે. પંચાંગ અનુસાર હોલિકા દહન બુધવાર અને 13 માર્ચ રાત્રે કરવામાં આવશે. આ વર્ષે હોલિકા દહનની પૂજાનું શુભ મુહૂર્ત રાત્રે 10:45 મિનિટથી શરૂ થશે અને 1.30 મિનિટ સુધી રહેશે. 

હોળીની પૂજાના નિયમ 

આ દિવસે સવારે જલ્દી જાગી જવું અને ઘર તેમજ મંદિરની સાફ-સફાઈ કરવી. ત્યાર પછી ભગવાનની વિધિપૂર્વક પૂજા કરવી અને ઘીનો દીવો કરવો. આ દિવસે ઘરમાં સત્યનારાયણની કથા કરવી પણ શુભ ગણાય છે. 

હોલિકા દહનની પૂજા માટેની સામગ્રી 

હોલિકા દહન પછી પૂજા કરવા માટે કેટલીક વસ્તુઓની જરૂર પડે છે. હોળીની પૂજા માટે કંકુ, ચોખા, અબીલ અને એક શ્રીફળ લેવું. સાથે જ પતાશા ખજૂર અને ધાણીનો ભોગ હોળીને ચડાવવો. તાંબાના કળશમાં પાણી ભરી તેના પર શ્રીફળ રાખી હોળીની પરિક્રમા કરવી. હોળીનીસાત પરિક્રમા  કરવી. ત્યારબાદ શ્રીફળ હોળીમાં પધરાવી દેવું અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news