CT Final: ગિલ, રોહિત કે કોહલી નહીં આ ખેલાડીથી ડરી રહ્યું છે ન્યૂઝીલેન્ડ, ફાઈનલમાં મચાવી શકે છે ધમાલ
ભારતમાં સ્ટાર ખેલાડીઓની કોઈ કમી નથી, પરંતુ કીવી ટીમ વિરુદ્ધ આ ખેલાડી સૌથી મોટો એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે.
Trending Photos
દુબઈઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફાઈનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થવાની છે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમો 25 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2000માં એકબીજાની સામે ફાઈનલમાં હતી અને ત્યારે ન્યૂઝીલેન્ડે ભારતને હરાવી ટ્રોફી પર કબજો કર્યો હતો. હવે કીવી ટીમ ફરી ચેમ્પિયન ન બને તે માટે ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરવું પડશે.
આમ તો ટી ઈન્ડિયામાં રોહિત, કોહલી, ગિલ, રાહુલ, હાર્દિક પંડ્યા, શમી જેવા ઘણા સ્ટાર ખેલાડીઓ છે. આ બધા ખેલાડી ટીમ માટે મહત્વના છે, પરંતુ ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચમાં ટીમ ઈન્ડિયા માટે એક્સ ફેક્ટર શ્રેયસ અય્યર સાબિત થઈ શકે છે, જે બ્લેક કેપ્સને સૌથી વધુ નુકસાન પહોંચાડી શકે છે.
શ્રેયસ અય્યર સાબિત થઈ શકે છે એક્સ ફેક્ટર
શ્રેયસ અય્યરનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ખૂબ શાનદાર રહ્યો છે અને તેણે વનડેમાં કીવી ટીમ વિરુદ્ધ અત્યાર સુધી 8 ઈનિંગમાં 70ની એવરેજની સાથે 563 રન બનાવ્યા છે, જેમાં તેની સ્ટ્રાઇક રેટ 100થી ઉપર છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેના રેકોર્ડની સૌથી ખાસ વાત તેની 70ની એવરેજ છે. કોઈ અન્ય ટીમ વિરુદ્ધ તેની એવરેજ આટલી સારી નથી. કીવી ટીમ વિરુદ્ધ અય્યર સારૂ પ્રદર્શન કરે છે અને વર્ષ 2020માં ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની વનડે સિરીઝમાં 103, 52 અને 62 રનની ઈનિંગ રમી હતી.
શ્રેયસ અય્યરે 2022માં ન્યૂઝીલેન્ડ સામે બે વનડે મેચ રમી હતી જેમાં તેણે 80 અને 49 રન બનાવ્યા હતા. આઈસીસી ઈવેન્ટમાં પણ અય્યરે કીવીઓ સામે સારૂ પ્રદર્શન કર્યું છે, તેણે વનડે વિશ્વકપ 2023માં ધર્મશાલામાં 33 રન બનાવ્યા અને ત્યારબાદ મુંબઈમાં રમાયેલી સેમીફાઈનલમાં 105 રન ફટકાર્યા હતા. 2 માર્ચે ચેમ્પિયન્સ ટ્રોફીના મુકાબલામાં પણ અય્યરે 79 રન બનાવી ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
અય્યરે ન્યૂઝીલેન્ડ સામે 8 ઈનિંગમાં માત્ર બે વખત 50થી ઓછો સ્કોર બનાવ્યો છે, જ્યારે 6 વખત તેણે 50 પ્લસનો સ્કોર બનાવ્યો છે. આઈસીસી ઈવેન્ટની વાત કરીએ તો અય્યરે 72ની એવરેજ અને 110ની સ્ટ્રાઇક રેટ સાથે કુલ 217 રન ફટકાર્યા છે. એટલે કે રવિવારે રમાનારી ફાઈનલમાં અય્યર ભારતનું ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે